Viral Video/ ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને રણવીર સિંહનો ડાન્સ વીડિયો વાયરલ

રવિ શાસ્ત્રીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે રણવીર સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યા છે. બન્ને હમ બને તુમ બને એક દુજેનાં ગીત પર ધૂમ મચાવી રહ્યા છે.

Sports
રણવીર અને શાસ્ત્રી

આખરે 2021 ને અલવિદા કહીને આપણે 2022 માં પ્રવેશ કરી ચુક્યા છીએ. ત્યારે દુનિયાભરમાં લોકોએ 2021ને બાય બાય કહેતા 2022 નું સ્વાગત કર્યુ હતુ. આ મસ્તીમાં બોલિવૂડનાં સેલેબ્સ પણ પીછે હટ કેવી રીતે રહેતા. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને બોલિવૂડ એક્ટર રણવીર સિંહનો સિઝલિંગ ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

આ પણ વાંચો – PM કિસાન યોજના / PM મોદી દ્વારા નવા વર્ષે 10 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા વીડિયો કોન્ફરન્સ દ્વારા ટ્રાન્સફર કરાયા

નવા વર્ષનું પોતપોતાની રીતે સ્વાગત કરી રહ્યા છે. રવિ શાસ્ત્રીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે રણવીર સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યા છે. બન્ને હમ બને તુમ બને એક દુજેનાં ગીત પર ધૂમ મચાવી રહ્યા છે. વીડિયોમાં 1983નાં વર્લ્ડ કપનાં હીરો બલવિંદર સિંહ સંધુ પણ છે. રવિ શાસ્ત્રીએ આ પાર્ટીનો વીડિયો શેર કરતા લખ્યું. “2022 માં જવું કંઈક આના જેવું છે…નૃત્ય શીખવવા બદલ રણવીર સિંહનો આભાર. મે 2022 તમારા બધા માટે અદ્ભુત, સ્વસ્થ અને પ્રેરણાદાયક વર્ષ બની રહે.” આપને જણાવી દઈએ કે, શાસ્ત્રીએ શેર કરેલો વીડિયો ફિલ્મ 83ની પ્રીમિયર નાઈટનો છે જેમાં બન્ને જોરદાર ડાન્સ કરી રહ્યાં છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની રિલીઝ થાય તે પહેલા, તેને સેલેબ્સ અને મીડિયા માટે દર્શાવવામાં આવી હતી, જેમાં 1983નાં વર્લ્ડ કપમાં સામેલ તમામ ખેલાડીઓને બોલાવવામાં આવ્યા હતા. રવિ શાસ્ત્રી પણ એ જ પ્રીમિયર નાઈટમાં ગયા હતા.

આ પણ વાંચો – ગોધરા ખાતે /  નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી અને એન.એસ.એસ.ના ઉપક્રમે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

રવિ શાસ્ત્રીનાં કોચિંગની વાત કરીએ તો તે ભારતનાં સૌથી સફળ કેપ્ટન હતા. તેમના કાર્યકાળ દરમ્યાન ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘરે સતત બે વાર હરાવ્યું હતું. જોકે, શાસ્ત્રી ભારતને ICC ટ્રોફી અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. T20 વર્લ્ડ કપ બાદ શાસ્ત્રીએ તે જ વર્ષે કોચ પદ છોડી દીધું હતું.