Chhotaudepur/ બોડેલીના ચાચક પાસેના રેલ્વે ગરનાળા દિવાલ નમી પડતા અકસ્માત નો ભય

દીવાલ નમી પડતા લોખંડના ગડર મારી દીવાલને ટકાવી રાખવાનો નકામો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે પરંતુ આ દીવાલ ગમે ત્યારે ધરાસહી થવાનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે.

Gujarat Others
123 3 બોડેલીના ચાચક પાસેના રેલ્વે ગરનાળા દિવાલ નમી પડતા અકસ્માત નો ભય
  • ભારે વરસાદ ને લઇ દિવાલ તેમજ તુટી ગયેલા શેડની મંથરગતિએ ચાલતી કામગીરી સવા મહીના બાદ પણ રસ્તો બંધ હોવાથી ગ્રામજનોને હાલાકી
  • બોડેલીના ચાચક ગામે આવેલા રેલ્વે ગરનાળા ની નમેલી દિવાલ ને લઇ અકસ્માત નો ભય
  • તો બીજી તરફ સવા મહિના બાદ પણ રસ્તો બંધ ગરનાળા ની મંથરગતિએ ચાલતી કામગીરી થી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે

ગત 10અને11/7/22 ના રોજ બોડેલી પંથક મા પડેલા ભારે વરસાદ ને લઇ રેલ્વે ગરનાળા ની દિવાલ તેમજ શેડ પડી ગયા હતા અને બંને સાઈડ ની દિવાલો નમી ગઈ હતી જેને સવા મહીના જેટલો સમય થયો હોવા છતાં પણ રસ્તો બંધ હોય ગ્રામજનોને મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે બોડેલીના ચાચક ગામે આવેલા રેલ્વેના ગરનાળાની દિવાલ તુટી પડતા એક મહિનો અને દશ દિવસ થયો છતા રસ્તો બંધ મંથરગતિએ કામગીરી ચાલતી હોવાનો ગ્રામજનોનો આરોપ બીજી તરફની દીવાલ નમી પડતા ટેકા મુકી ટકાવી રાખી ગમે ત્યારે દીવાલ તુટી પડવાનો ભય સતાવી રહયો છે.

સવા મહીના અગાઉ છોટાઉદેપુર જીલ્લાના બોડેલી વિસ્તારમા પડેલા 22 ઇંચ જેટલા ધોધમાર વરસાદ ને લઇ ચાચક ગામના રેલ્વે ગરનાળા ની દિવાલ તુટી પડતા તેની ઉપર બનાવેલ શેડ પણ તુટી ગયો હતો જેને એક મહીનો અને દશ દિવસ જેટલો સમય થઇ ગયો છે છતા હજુ રસ્તો શરુ ના કરાતા ચાચક વિસ્તાર ના ગ્રામજનોને લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે. હાલ આ ગરનાળા નું રેલ્વે વિભાગ દ્વારા સમારકામ ની કામગીરી ચાલી રહી છે પરંતુ ગ્રામજનો ને બોડેલી જવુ હોય તો લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે.

ગત 10 જુલાઈ ના રોજ પડેલ 22 ઇંચ જેટલા વરસાદ ને લઇ આ ગરનાળા મા ભારે પાણી ભરાઇ જતા એક તરફ ની દિવાલ તેમજ શેડ તુટી પડતા ચાચક ગામે થી હાઇવે પર જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ જતા ગ્રામજનો ને ભારે મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે વિદ્યાર્થીઓને શાળાએ જવાનુ હોય કે ખેડુતો ને પોતાના ખેતર કે પછી મુખ્ય હાઇવે પર થઇ કોઇ કામગીરી અર્થે જવુ હોય તો લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે

અહી કોઇ બીમાર હોય તો 108 ને પણ આવવામાં મૂશ્કેલી ઉભી થતા ગ્રામજનોની હાલત કફોડી બની છે
તો ભારે વરસાદના કારણે ગરનાળા ની બીજી તરફ ની દિવાલ પણ નમી પડતા અકસ્માત નો ભય સતાવી રહ્યો છે અહી દીવાલ નમી પડતા લોખંડના ગડર મારી દીવાલને ટકાવી રાખવાનો નકામો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે પરંતુ આ દીવાલ ગમે ત્યારે ધરાસહી થવાનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે.

હાલ ચાલતા સમારકામ મા આ દીવાલને પણ બનાવવામાં આવે તેવુ ગ્રામજનો ઇચ્છી રહ્યા છે નહીતર અહી લોકોની અવર જ્વર દરમિયાન જો દિવાલ તુટી પડે તો અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ નુ નિર્માણ થઇ રહ્યુ છે.