Not Set/ DC vs SRH/ સનરાઇઝર્સે ખોલ્યુ જીતનું ખાતુ, દિલ્હી કેપિટલ્સને 15 રનથી હરાવ્યું

  ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 11 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અબુ ધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે બોલરોનાં શાનદાર પ્રદર્શનને કારણે 15 રને મેચ જીતી લીધી હતી. આ સિઝનમાં સતત બે પરાજય બાદ સનરાઇઝર્સ હૈદરાબાદની આ પહેલી જીત છે, જ્યારે દિલ્હી કેપિટલ્સનો સતત બે જીત બાદ […]

Uncategorized
6652f54e3cb0b2c9f02ecf4e98449209 DC vs SRH/ સનરાઇઝર્સે ખોલ્યુ જીતનું ખાતુ, દિલ્હી કેપિટલ્સને 15 રનથી હરાવ્યું
 

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 11 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અબુ ધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે બોલરોનાં શાનદાર પ્રદર્શનને કારણે 15 રને મેચ જીતી લીધી હતી.

આ સિઝનમાં સતત બે પરાજય બાદ સનરાઇઝર્સ હૈદરાબાદની આ પહેલી જીત છે, જ્યારે દિલ્હી કેપિટલ્સનો સતત બે જીત બાદ પ્રથમ પરાજય છે. રાશિદ ખાન સનરાઇઝર્સ હૈદરાબાદની જીતનો હીરો હતો અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. તેણે શિખર ધવન, શ્રેયસ ઐયર અને ઋષભ પંતને 4 ઓવરમાં માત્ર 14 રન બનાવી આઉટ કર્યો હતો. પંતે દિલ્હી તરફથી 28 રન બનાવ્યા હતા અને તે શ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી જોની બેરસ્ટોએ 53, ડેવિડ વોર્નરે 45 અને કેન વિલિયમ્સને 41 રનનું યોગદાન આપ્યું હતું.

સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે પણ સારી બોલિંગ કરતા બે વિકેટ ઝડપી હતી, જ્યારે ખલીલ અહેમદ અને ટી નટરાજને એક-એક વિકેટ લીધી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી અમિત મિશ્રા અને કગીસો રબાડાએ બે-બે વિકેટ ઝડપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.