Not Set/ PMC બેંક કૌભાંડ/ સાથે સહિત વાધવાન બંધુ જેલ ભેગા, રોષયુક્ત થાપણદારોને DCPએ આપી આવી ખાતરી

મહારાષ્ટ્ર: મુંબઇની એસ્પ્લેનેડ કોર્ટ દ્વારા પીએમસી બેંક કેસમાં આરોપી, રાકેશ વાધવાન, સારંગ વાધવાન અને વર્યમ સિંહને 23 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં  મોકલવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે વાધવાન બંધુ અને તેના સાથીની PMC બેંક કૌભાડમાં ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ એજન્સીઓ દ્વારા આરોપીઓના અંગત વિમાન, જ્વેલરી અને રોકડ સહિત અનેક પ્રોપર્ટીઝ પણ જપ્ત […]

Top Stories India
wadhavan PMC બેંક કૌભાંડ/ સાથે સહિત વાધવાન બંધુ જેલ ભેગા, રોષયુક્ત થાપણદારોને DCPએ આપી આવી ખાતરી

મહારાષ્ટ્ર:

મુંબઇની એસ્પ્લેનેડ કોર્ટ દ્વારા પીએમસી બેંક કેસમાં આરોપી, રાકેશ વાધવાન, સારંગ વાધવાન અને વર્યમ સિંહને 23 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં  મોકલવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે વાધવાન બંધુ અને તેના સાથીની PMC બેંક કૌભાડમાં ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ એજન્સીઓ દ્વારા આરોપીઓના અંગત વિમાન, જ્વેલરી અને રોકડ સહિત અનેક પ્રોપર્ટીઝ પણ જપ્ત કરી છે. તપાસ એજન્સી દ્વારા ઘરપકડ બાદ આજે કોર્ટ દ્વારા તેમને ન્યાયીક કસ્ટડીમાં મોકલી આપાયા છે.

આ મામલે બિજોન મિશ્રા દ્વારા સુપ્રીમ કોર્ટમાં થાપણદારોની આર્થિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને પીઆઈએલ ફાઇલ કરી સુપ્રીમ પાસે 15 લાખથી વધુનાં વીમા કવચ મામલે અને પંજાબ અને મહારાષ્ટ્ર બેંક (પીએમસી) થાપણદારોના રક્ષણ માટેની દિશામાં માર્ગ પ્રસસ્તીકરણ માટેની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યું છે કે, તે 18 ઓક્ટોબરના રોજ આ કેસની સુનાવણી કરીશે.

આપણ વાંચો : PMC બેંકનાં ખાતા ઘરાકો માટે ખુશખબર : HDILનાં કૌભાંડી વાધવાન બ્રધર્સની ધરપકડ

PMC બેંક અને તેના થાપણદારોની પર અચાનક આવેલા સંકટ અને તેના કારણે થાપણદારો પોતાનાં પૈસાથી વંચીત થવા ઉપરાંત ઘણા થાપણદારોનાં આ મામલે ડિપ્રેશનનાં કારણે મોત પણ થયા હોવાનાં કારણે થાપણદારો ઉગ્ર મીજાજમાં જોવામાં આવી રહ્યા છે. અને મુંબઈની ઇઝપ્લેનાડ કોર્ટની બહાર પીએમસી થાપણદારો દ્વારા ઉગ્ર દેખાવો પણ કરવામાં આવ્યા હતા. લોકોનો ઉગ્ર વિરોધ જોતા આ મામલે મુંબઇ શહેરના આર્થિક ગુના વિંગના ડીસીપી શ્રીકાંત પરોપકરી દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આવી ખાતરી પણ આપવામાં આવી હતી……

આપણ વાંચો – લો બોલો!! PMC બેન્કમાં મૃતકોનાં નામે ખોલવામાં આવ્યા છે ખાતા

જો કે, મુંબઇ શહેરના આર્થિક ગુના વિંગના ડીસીપી શ્રીકાંત પરોપકરી દ્વારા લોકોને શાંતી માટે અનુરોધ કરવામાં આવ્યો હતો અને કોઈ દોષી વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. તો સાથે સાથે પરોપકારીએ અનુરોધ કર્યો હતો કે, તમે રોજ આવીને અહીં મને મળી શકો છો. તમારા પૈસા તમને પાછા મળશે અને તેવુ સુનિશ્ચિત કરવા અમે તમામ પ્રયાસ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.