બોલિવૂડ/ 90 નાં દાયકાની જાણીતી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીનું મોત, જાણો શું છે હકીકત?

બોલિવૂડમાં 90 નાં દાયકાની પ્રખ્યાત અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીએ પોતાના કામથી લોકોનાં હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે ઈન્ડસ્ટ્રી અને સમાચારોથી અલગ રહે છે.

Entertainment
123 67 90 નાં દાયકાની જાણીતી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીનું મોત, જાણો શું છે હકીકત?

બોલિવૂડમાં 90 નાં દાયકાની પ્રખ્યાત અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીએ પોતાના કામથી લોકોનાં હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે ઈન્ડસ્ટ્રી અને સમાચારોથી અલગ રહે છે. તાજેતરમાં ચાલતા કોરોનાનાં કેર વચ્ચે સોશિયલ મીડિયા પર અચાનક ઘણા બધા સમાચાર આવવા લાગ્યા. જેમા કેટલાક યુઝર્સે મીનાક્ષી શેષાદ્રીનાં સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો પૂછ્યા છે. શું મીનાક્ષી શેષાદ્રી એકદમ ઠીક છે.

Instagram will load in the frontend.

બોલિવૂડ / સેક્સ રેકેટમાં પકડાઇ ચુકી છે આ અભિનેત્રીઓ, દેહવ્યાપારે કર્યુ કેરિયર ખરાબ-Photos

આપને જણાવી દઇએ કે, મીનાક્ષી છેલ્લા ઘણા સમયથી લાઇમલાઇટથી દૂર રહે છે. અચાનક જ, તાજેતરમાં તેના મૃત્યુની અફવાઓ ફેલાવા લાગી, જેના કારણે તેના ચાહકો અને શુભ ચિંતકો ગભરાઈ ગયા. જો કે, જ્યારે મીનાક્ષીને આ વિશે ખબર પડી, ત્યારે તેણે જાતે જ આ અફવાને ખોટી સાબિત કરી હતી.જણાવી દઇએ કે, એક ટીવી શો એ થોડા દિવસો પહેલા એક ટીવી શો કર્યો હતો. જે મીનાક્ષી શેષાદ્રી વિશે હતો. જેમા તેમના ફિલ્મોમાં એન્ટ્રીથી લઇને ગાયબ થવા પર આધારિત હતો. આ શો નાં આવ્યા પછી જ ચાહકોમાં આ મૂંઝવણ ફેલાઈ ગઈ હતી કે મીનાક્ષી હવે આ દુનિયામાં નથી રહ્યા. તેથી જ ઘણા યુઝર્સે ટ્વીટ કરીને તેમના સ્વાસ્થ્ય વિશે સવાલો પૂછવાનું શરૂ કર્યુ.

Instagram will load in the frontend.

બોલિવૂડ / હુ મારા ગોરા રંગને પસંદ નથી કરતીઃ કંગના રનૌત

આપને જણાવી દઈએ કે, મીનાક્ષી શેષાદ્રીએ જંગ, ઘાતક, દામિની, ઘાયલ જેવી શ્રેષ્ઠ ફિલ્મોમાં બોલિવૂડમાં કામ કર્યું હતું. પરંતુ તે પછી તે એક બેંકર સાથે લગ્ન કર્યા બાદ અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી. તે સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે. તમે પણ જોઈ શકો છો કે 90 નાં દાયકાની આ હિરોઇન કેવી બદલાઈ ગઈ છે. જણાવી દઇએ કે, મીનાક્ષી શેષાદ્રીનું અસલી નામ શશિકલા શેષાદ્રી હતું. પરંતુ બોલિવૂડમાં તેણે આવ્યા પછી પોતાનું નામ બદલ્યું હતુ. તેની પ્રથમ હીટ ફિલ્મ હીરો હતી. જેમાં તે જેકી શ્રોફ સાથે જોવા મળી હતી. આ ફિલ્મ ખૂબ હીટ સાબિત થઇ હતી. મીનાક્ષીએ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મો પણ કરી છે. 1983 માં તેણે ફિલ્મ ‘હિરો’ થી ડેબ્યૂ કર્યું હતું. મીનાક્ષીની પહેલી ફિલ્મ હિટ થયા પછી તેનું નસીબ પણ આ સાથે ચમક્યું હતુ.

majboor str 2 90 નાં દાયકાની જાણીતી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીનું મોત, જાણો શું છે હકીકત?