Not Set/ ગોંડલ બુગદાના કચરાના ગંજમાં ગાય ખૂંચી જતાં મોત,ગૌપ્રેમીઓમાં રોષ…

ગોંડલ. ગોંડલમાં બુગદામાં ખડકાયેલા કચરાના ગંજમાં ગાય ખૂંચી જતાં તેમનું મોત થવાની ઘટના બહાર આવી છે. શહેરના ગુંદાળા રોડ પર આવેલ રામ પાર્ક શેરી નંબર -1 માં બનેલી આ ઘટનાને લઈને નગરપાલિકાના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં આપને જણાવી દઈએ કે ગાયના મૃત દેહને બુગદાના કચરામાંથી નગરપાલિકાના કર્મચારીઓ બહાર કાઢ્યો હતો. સ્વચ્છ ભારતના નારાઓ વચ્ચે […]

Top Stories Gujarat
gondal ગોંડલ બુગદાના કચરાના ગંજમાં ગાય ખૂંચી જતાં મોત,ગૌપ્રેમીઓમાં રોષ...

ગોંડલ.

ગોંડલમાં બુગદામાં ખડકાયેલા કચરાના ગંજમાં ગાય ખૂંચી જતાં તેમનું મોત થવાની ઘટના બહાર આવી છે. શહેરના ગુંદાળા રોડ પર આવેલ રામ પાર્ક શેરી નંબર -1 માં બનેલી આ ઘટનાને લઈને નગરપાલિકાના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં

આપને જણાવી દઈએ કે ગાયના મૃત દેહને બુગદાના કચરામાંથી નગરપાલિકાના કર્મચારીઓ બહાર કાઢ્યો હતો. સ્વચ્છ ભારતના નારાઓ વચ્ચે કચરાના ગંજમાં ગાય માતાનું કચરામાં જ ખૂંચી જવાથી મોત નીપજતાં આજુબાજુના રહીશોમાં તેમજ ગોંડલના રહીશોમાં રોષની લાગણી ફેલાઈ જવાં પામી હતી.

આ સાથે જ પ્રધાનમંત્રીના નામે સ્વચ્છ ભારતના નારાઓ લગાવીને હાથમાં ઝાડુ લઈને તસ્વીરો ખેંચાવતા પાલિકા સતાધીશો સામે શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઈ જવાં પામી હતી. હજુ હિન્દુઓની પૂજનીય ગણાતી વધું ગાય માતાનો ભોગ લેવાય તે પહેલાં જ ગોંડલમાં બુગદાઓની સફાઈ કરવામાં આવે અને પ્રધાનમંત્રીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

એક બાજું પ્રધાનમંત્રી સ્વચ્છ ભારતના નારા લગાવે છે તો બીજી તરફ આવી ઘટનાઓ નજર સમક્ષ આવી રહી છે.