Not Set/ એક દશકા પહેલા શાળાનું પરિણામ હતું શુન્ય, હવે જૂનાગઢ જિલ્લામાં પ્રથમ ક્રમની શાળા

આદર્શ વિદ્યા મંદિર શાળાનુ ૬ વર્ષ પહેલાં સો ટકા પરિણામ આવતા તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે 50 હજારનો પુરસ્કાર મળ્યો હતો અને હવે જુનાગઢ જિલ્લામાં ગ્રામ્ય લેવલે પ્રથમ નંબરે પસંદગી થતાં જીલ્લા કલેકટર અને જીલ્લા શિક્ષણાધિકારીના વરદહસ્તે એક લાખનો ચેક અર્પણ થયો છે.

Gujarat Others Trending
વ૨ 44 એક દશકા પહેલા શાળાનું પરિણામ હતું શુન્ય, હવે જૂનાગઢ જિલ્લામાં પ્રથમ ક્રમની શાળા

આદર્શ વિદ્યા મંદિર શાળાનુ ૬ વર્ષ પહેલાં સો ટકા પરિણામ આવતા તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે 50 હજારનો પુરસ્કાર મળ્યો હતો અને હવે જુનાગઢ જિલ્લામાં ગ્રામ્ય લેવલે પ્રથમ નંબરે પસંદગી થતાં જીલ્લા કલેકટર અને જીલ્લા શિક્ષણાધિકારીના વરદહસ્તે એક લાખનો ચેક અર્પણ થયો છે.

વ૨ 43 એક દશકા પહેલા શાળાનું પરિણામ હતું શુન્ય, હવે જૂનાગઢ જિલ્લામાં પ્રથમ ક્રમની શાળા

  • હવે આદર્શ વિદ્યા મંદિર ખરા અર્થમાં ‘આદર્શ’
  • અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિમાં નંબર 1
  • હવે ગ્રામ્ય લેવલે શ્રેષ્ઠ શાળાનું બિરૂદ

એક દશકા પહેલા જે શાળાનું પરિણામ શુન્ય આવતું હોય તે શાળા પાસેથી બીજી કેવી અપેક્ષા રાખી શકાય. જોકે હવે શાળાએ ભૂતકાળને ભૂલી વર્તમાનને ભવ્ય અને શ્રેષ્ઠ બનાવી દીધો છે.  કેશોદના કોયલાણા લાઠિયા ગામે આવેલ  આદર્શ વિદ્યા મંદિરની જુનાગઢ જીલ્લામાં ગ્રામ્ય લેવલે શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થઇ છે. શાળાએ માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ રમત ગમત ક્ષેત્રે પણ આગવું સ્થાન મેળવ્યું છે. રસ્સા ખેંચ, કબડ્ડી, ખો ખો, થ્રો બોલ સહીતની રમતોમાં ચાર ટીમો રાજ્યકક્ષાએ પણ રમી ચુકી છે.

વ૨ 44 એક દશકા પહેલા શાળાનું પરિણામ હતું શુન્ય, હવે જૂનાગઢ જિલ્લામાં પ્રથમ ક્રમની શાળા વ૨ 45 એક દશકા પહેલા શાળાનું પરિણામ હતું શુન્ય, હવે જૂનાગઢ જિલ્લામાં પ્રથમ ક્રમની શાળા

  • આસપાસના ગામોની વિદ્યાર્થીઓ પણ શાળાથી આકર્ષાયા
  • ધો. 9થી 12ના 161 વિદ્યાર્થીઓ શાળામાં કરી રહ્યા છે અભ્યાસ
  • શિક્ષકોની ધગશથી વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો

આદર્શ વિદ્યા મંદિરમાં ધોરણ ૯ થી ૧૨ માં હાલમાં ૧૬૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળામાં સારૂ ભણતર અને શિક્ષકોની ધગશથી આજુબાજુના ૯ ગામનાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. જોકે ૧૯૮૨ થી શરૂ થયેલ આદર્શ વિદ્યા મંદિર શાળામાં એક દશકા પહેલાં અતિશય પરિણામ નબળું આવતું હતું એક પણ વિદ્યાર્થી પાસ થતા ન હતા ત્યાર બાદ પ્રિન્સિપાલ હિતેન્દ્રગર વસંતગર ગૌસ્વામીની નિમણુંક બાદ શાળામાં અનેકવિધ ફેરફાર જોવા મળ્યો.

  • સ્વચ્છતામાં પણ આદર્શ છે સ્કૂલ
  • રમતગમત ક્ષેત્રે જિલ્લામાં વિશેષ સ્થાન

શાળામાં રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે વૃક્ષોના જતન ઉપરાંત વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવવું તેવા કાર્યક્રમ યોજાતા રહે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ રસ્સા ખેંચ કબડ્ડી ખો ખો થ્રો બોલ સહીતની રમતોમાં ચાર ટીમો રાજ્યકક્ષાએ પણ રમી ચૂક્યા છે જે શાળાના ગૌરવને ચાર ચાંદ લગાવે છે.