Covid-19/ દેશમાં કોરોનાનાં નવા કેસમાં ઘટાડો, રિકવરી રેટ વધ્યો

બ્રિટનમાં, કોરોના વાયરસનાં નવા સ્ટ્રેનને કારણે યુકેમાં સંક્રમણનાં કિસ્સાઓ સતત જોવા મળે છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે શુક્રવારે કોરોના વાયરસથી સંબંધિત ડેટા જાહેર કરીને જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણનાં 23,068 નવા કેસ નોંધાયા છે….

Top Stories India
zzas 147 દેશમાં કોરોનાનાં નવા કેસમાં ઘટાડો, રિકવરી રેટ વધ્યો

બ્રિટનમાં, કોરોના વાયરસનાં નવા સ્ટ્રેનને કારણે યુકેમાં સંક્રમણનાં કિસ્સાઓ સતત જોવા મળે છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે શુક્રવારે કોરોના વાયરસથી સંબંધિત ડેટા જાહેર કરીને જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણનાં 23,068 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 336 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

આ નવા કેસો સાથે, દેશમાં કોરોના વાયરસનાં કુલ કેસો 1,01,46,846 અને મૃતકોની સંખ્યા 1,47,092 પર પહોંચી ગયા છે. દરમિયાન, દેશમાં અત્યાર સુધીમાં 97,17,834 દર્દીઓ ઠીક થયા છે, જે પછી હાલમાં 2,81,919 સક્રિય કેસ છે. આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસનાં ખતરાની વચ્ચે, આ સમયે દેશમાં દરેકની નજર કોરોનાવાયરસ રસી અપડેટ પર છે. આરોગ્ય મંત્રાલય દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલી માહિતી અનુસાર, એવું માનવામાં આવે છે કે કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો જાન્યુઆરીમાં શરૂ થવાની સંભાવના છે. દરમિયાન, ભારત બાયોટેકે સ્વદેશી રસી કોવાક્સિનનાં બીજા તબક્કાનાં ટ્રાયલનાં પરિણામો જાહેર કર્યા છે, અને દાવો કર્યો છે કે આ રસીનાં ઉપયોગથી માનવ શરીરની અંદર બે પ્રકારની ઇમ્યુનિટી જન્મ લઈ રહી છે.

આપને જણાવી દઇએ કે, કોઈ પણ વાયરસની અસરોથી બચાવવા માટે માનવ શરીરની અંદર બે પ્રકારની રોગપ્રતિકારક શક્તિ છે. જેમા પ્રથમ છે- એન્ટિબોડી મીડીયાટેડ ઇમ્યુનિટી અને બીજો સેલ મીડિયાટેડ ઇમ્યુનિટી. આ બંને રોગપ્રતિકારક શક્તિ કોવાક્સિન ટ્રાયલ્સનાં બીજા તબક્કામાં ડોઝ લેતા લોકોમાં મળી આવી હતી. આ ઉપરાંત ભારત બાયોટેકે પણ દાવો કર્યો છે કે આ રસીનાં ઉપયોગથી હજી સુધી કોઈ ગંભીર આડઅસરની જાણમાં આવી નથી. નોંધપાત્ર વાત એ છે કે કોવાક્સિન હાલમાં તેની ટ્રાયલનાં ત્રીજા તબક્કામાં છે.

Surat / મંતવ્ય ન્યૂઝનાં અહેવાલની અસર, અલ્પેશ કથીરિયાની કરાઇ અટકાયત…

Congress / રાહુલની ગુજરાત કોંગ્રેસને સ્પષ્ટ વાત – હાલ કોઇ પરિવર્ત…

UK / આખરે 10 મહિનાની લડાઈ બાદ UK-EU બ્રેક્ઝિટ ટ્રેડ ડીલને લાગી મ્…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો