Not Set/ દિપાવલી આવી, ફટાકડા લાવી, ફટાકડા બનાવવામાં મુસ્લિમ પરિવાર અગ્રેસર

દિપાવલીના પર્વનો પ્રારંભ થવાના આરે છે. બાળકથી શરૂ કરી તમામ વર્ગ દિપાવલી પર્વની ઉજવણી ફટાકડા ફોડીને કરે છે. ત્યારે આપને જાણીને નવાઇ લાગશે કે મહદઅંશે ફટાકડા બનાવતી ફેક્ટરીના માલિક મુસ્લિમ સમાજમાંથી આવે છે. અને તેઓ ફટાકડાનો વ્યવસાય માત્ર પોતાની કમાઇ માટે જ નહીં પરંતુ તેના માધ્યમથી અનેક શ્રમજીવીઓને રોજગારી પૂરી પાડવાનું માધ્મય પણ બન્યાં છે. […]

Uncategorized
f6 દિપાવલી આવી, ફટાકડા લાવી, ફટાકડા બનાવવામાં મુસ્લિમ પરિવાર અગ્રેસર

દિપાવલીના પર્વનો પ્રારંભ થવાના આરે છે. બાળકથી શરૂ કરી તમામ વર્ગ દિપાવલી પર્વની ઉજવણી ફટાકડા ફોડીને કરે છે. ત્યારે આપને જાણીને નવાઇ લાગશે કે મહદઅંશે ફટાકડા બનાવતી ફેક્ટરીના માલિક મુસ્લિમ સમાજમાંથી આવે છે. અને તેઓ ફટાકડાનો વ્યવસાય માત્ર પોતાની કમાઇ માટે જ નહીં પરંતુ તેના માધ્યમથી અનેક શ્રમજીવીઓને રોજગારી પૂરી પાડવાનું માધ્મય પણ બન્યાં છે.

firecrekers દિપાવલી આવી, ફટાકડા લાવી, ફટાકડા બનાવવામાં મુસ્લિમ પરિવાર અગ્રેસર

દિપાવલી પર્વે ફટાકડા બનાવવાનું કાર્ય છ મહિના અગાઉથી શરૂ થાય છે. આશ્ચર્ય છે કે દિપાવલીના પર્વ એ હિંદુસમાજનું પર્વ છે. પરંતુ તેમાં સૌથી મહત્વનું યોગદાન મુસ્લિમ સમાજનું રહેલું છે. અમદાવાદ જિલ્લાના વાંચમાં આવેલી ફટાકડાની ફેક્ટરીએ આ વાતની પ્રતિતિ કરાવી છે. અમીર પઠાણ 15 વર્ષથી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં દારૂગોળો બનાવે છે.આ  ફેક્ટરીમાં બીજી પણ વિશિષ્ટતા જોવા મળી હતી.

firecrekers દિપાવલી આવી, ફટાકડા લાવી, ફટાકડા બનાવવામાં મુસ્લિમ પરિવાર અગ્રેસર

પોતે મુસ્લિમ પરિવારમાંથી હોવા છતાં અનેક શ્રમજીવીઓને કોઇપણ નાત-જાતના ભેદભાવ વગર શ્રમજીવી તરીકે સાથે રાખે છે. અને અવાજ અને અવાજ વગરના ફટાકડામાં ઉપયોગી દારૂગોળાયુક્ત ફટાકડા બનાવે છે. ફેક્ટરીમાં બનતાં ફટાકડાની ચકાસણી પણ કરવામાં આવે છે. ફેક્ટરી માલિક નદીમ બાગબાનના જણાવ્યા મુજબ તેઓ ખુદ ફટાકડા ફોડીને ટેસ્ટીંગ કરે છે. ફટાકડાની બનાવટમાં કોઇપણ પ્રકારે મશીનનો ઉપયોગ થતો નથી.પરંતુ હાથ બનાવટના ફટાકડા ફેક્ટરીમાં ઉત્પાદન થાય છે.  ફેક્ટરીમાં 35 જેટલાં મહિલા કર્મચારી સહિત કર્મચારીઓ કાર્ય કરે છે.

f2 દિપાવલી આવી, ફટાકડા લાવી, ફટાકડા બનાવવામાં મુસ્લિમ પરિવાર અગ્રેસર

ફટાકડાની ચકાસણી કરી વેપારી સુધી મોકલવા આયોજન થાય છે. ચકાસણી સમયે ટેસ્ટીંગમાં કોઠી-મિરચી-555 બોમ્બ અવાજયુક્ત અને અવાજરહિત ફટાકડાની ચકાસણી થાય છે. દરમિયાન જેનો અવાજ આવે નહીં તે ફટાકડા નષ્ટ કરીને પાણીમાં પધરાવવામાં આવે છે. અમદાદના વાંચમાં એક કરતાં વધુ ફેક્ટરી આ પ્રકાર આવેલી છે. અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરત નગરમાં પણ દારૂગોળામાંથી બનતાં ફટાકડા બનાવવામાં આવે છે.

f3 દિપાવલી આવી, ફટાકડા લાવી, ફટાકડા બનાવવામાં મુસ્લિમ પરિવાર અગ્રેસર

દરમિયાન 15 વર્ષથી ફટાકડા બનાવતાં અમીર પઠાણે જણાવ્યું કે ફટાકડા બનાવટ સમયે દારૂગોળો ચાળું છું. પરંતુ આજદિન સુધી કોઇ શારીરિક તક્લીફ થઇ નહીં હોવાનીવાત તેઓએ કરી છે. જો કે ચોમાસાની મોસમ દારૂખાના માટે આર્થિક રીતે નુક્સાનદાયી પુરવાર થઇ. ભારે થી અતિભારે વરસાદના પગલે દારૂખાનાના ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો થયો છે. ત્યારે આગામી સમયમાં તેની અસર વર્તાઇ શકે છે.

f4 દિપાવલી આવી, ફટાકડા લાવી, ફટાકડા બનાવવામાં મુસ્લિમ પરિવાર અગ્રેસર

હાલ તો મુસ્લિમ પરિવારના સથવારે દિપાવલીના પર્વ ઉજવાય છે. તે વાત હિંદુ સમાજે સમજીને સાથ-સહકાર થી આગળ વધવું જોઇએ. તો જ નાત-જાતના ભેદભાવ વિના દરેક સમાજના ઘરમાં દિપાવલીના દિવા સાથે દિલમાં પણ એકતારૂપી દિવડાં પ્રગટતાં જ રહેશે.

અરૂણ શાહ,

મંતવ્યન્યૂઝ બ્યૂરો , અમદાવાદ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.