મુંબઇ,
સોશિયલ મીડિયા પર બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના ફોટા છવાયેલા છે. આ દરમિયાન આ રોમેન્ટિક કપલની વધુ એક નવી તસ્વીર સામે આવી છે. એવું કહેવાય રહ્યું છે કે આ ફોટો તેમની ચુડા સેરેમનીનો છે, જેમાં બંને મેચિંગ ડ્રેસમાં જોવા મળે છે.
https://www.instagram.com/p/BqQRFzfBocp/?utm_source=ig_embed
રણવીર સિંહ ગ્રીન કુર્તામાં છે તો દીપિકા ગોલ્ડ-મરુન રંગના ટ્રેડીશન સલવાર સૂટમાં જોવા મળી રહી છે. આ સેરેમનીમાં રણવીરે બિલકુલ દીપિકાના મેચિંગનું જેકેટ પહેરીયું છે. સબ્યાસાચી દ્વારા ડીઝાઇન કરેલ આ આઉટફિટમાં દુલ્હા-દુલ્હનની જોડી અત્યંત સુંદર લાગી એહી છે.
https://www.instagram.com/p/BqQLMSJh_mh/
https://www.instagram.com/p/BqRCa6Wg-iz/?utm_source=ig_embed
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14 અને 15 નવેમ્બરે લગ્નના તાંતણે બંધાઈ ચુક્યા છે. બંને ઇટાલીમાં કેટલાક નિકટ લોકો અને પરિવારના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. તેના પછી રણવીર અને દીપિકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નના ફોટા પણ શેર કર્યા હતા.
