કૃષિ આંદોલન/ દિલ્હીનાં CM કેજરીવાલ ખેડૃૂતોની માંગણીઓનાં સમર્થનમાં, જાણો શું કહ્યુ

દેશનાં અન્નદાતા આજે સરકારથી નારાજ છે. જેને લઇને દેશની જનતા સહિતની ઘણી પાર્ટીઓ ખેડૂતોનાં સમર્થનમાં સામે આવી રહી છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવનિંદ કેજરીવાલ પણ તેમના સમર્થનમાં સામે આવ્યા છે. તેઓ સિંઘુ બોર્ડર (દિલ્હી-હરિયાણા બોર્ડર) નજીક ગુરુ ટેગ બહાદુર મેમોરિયલ પહોંચ્યા હતા, જ્યા તેમણે પ્રદર્શન કરતા ખેડૂતોને મળ્યા અને તેમના માટે કરવામાં આવેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ […]

Top Stories India
corona 80 દિલ્હીનાં CM કેજરીવાલ ખેડૃૂતોની માંગણીઓનાં સમર્થનમાં, જાણો શું કહ્યુ

દેશનાં અન્નદાતા આજે સરકારથી નારાજ છે. જેને લઇને દેશની જનતા સહિતની ઘણી પાર્ટીઓ ખેડૂતોનાં સમર્થનમાં સામે આવી રહી છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવનિંદ કેજરીવાલ પણ તેમના સમર્થનમાં સામે આવ્યા છે. તેઓ સિંઘુ બોર્ડર (દિલ્હી-હરિયાણા બોર્ડર) નજીક ગુરુ ટેગ બહાદુર મેમોરિયલ પહોંચ્યા હતા, જ્યા તેમણે પ્રદર્શન કરતા ખેડૂતોને મળ્યા અને તેમના માટે કરવામાં આવેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતુ.

corona 81 દિલ્હીનાં CM કેજરીવાલ ખેડૃૂતોની માંગણીઓનાં સમર્થનમાં, જાણો શું કહ્યુ

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે કહ્યુ કે, અમે ખેડૂતોની તમામ માંગણીઓનું સમર્થન કરીએ છીએ. તેમના મુદ્દાઓ અને માંગણીઓ માન્ય છે. મારી પાર્ટી અને હું શરૂઆતથી જ તેમની સાથે ઉભો રહ્યો છું. તેમના વિરોધની શરૂઆતમાં, દિલ્હી પોલીસે 9 સ્ટેડિયમોને જેલમાં બદલવાની પરવાનગી માંગી હતી. મારા પર દબાણ હતું તેમ છતા અમે મંજૂરી નહોતી આપી.

આપને જણાવી દઇએ કે, દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે લોકોને ખેડૂત આંદોલનમાં ભાગ લેવા અને ખેડૂતોને ટેકો આપવા અપીલ કરી હતી. કેજરીવાલે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, “8 ડિસેમ્બરે આમ આદમી પાર્ટી ખેડૂતો દ્વારા કરવામાં આવેલા ભારત બંધનાં આહવાનને સંપૂર્ણ સમર્થન આપે છે. દેશભરનાં આમ આદમી પાર્ટીનાં કાર્યકરો શાંતિપૂર્ણ રીતે તેનું સમર્થન કરશે. તમામ દેશવાસીઓને અપીલ છે. બધાએ ખેડૂતોને સમર્થન આપવું જોઈએ અને તેમાં ભાગ લેવો જોઇએ.”

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

અમેરિકામાં કોરોના બેકાબુ, ઝડપથી વધી રહ્યા છે કેસ

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો