Not Set/ દિલ્હીમાં હાર બાદ અમિત શાહે કહ્યું કે, ભડકાઉ ભાષણને લીધે ભાજપની થઇ અવદશા

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે, પાર્ટીના નેતાઓ દ્વારા અપાયેલી ભડકાઉ ભાષણને લીધે પાર્ટીને નુકસાન ભોગવવું પડ્યું હોઇ શકે છે. ખાનગી ચેનલના કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે અમે ફક્ત જીતવા કે હારવા માટે ચૂંટણી લડતા નથી. ભાજપ એક એવી પાર્ટી છે, જે તેની વિચારધારાના વિસ્તરણમાં […]

Top Stories India
as દિલ્હીમાં હાર બાદ અમિત શાહે કહ્યું કે, ભડકાઉ ભાષણને લીધે ભાજપની થઇ અવદશા

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે, પાર્ટીના નેતાઓ દ્વારા અપાયેલી ભડકાઉ ભાષણને લીધે પાર્ટીને નુકસાન ભોગવવું પડ્યું હોઇ શકે છે. ખાનગી ચેનલના કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે અમે ફક્ત જીતવા કે હારવા માટે ચૂંટણી લડતા નથી. ભાજપ એક એવી પાર્ટી છે, જે તેની વિચારધારાના વિસ્તરણમાં માને છે.

ખાનગી ચેનલના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સ્પષ્ટ પણે સ્વીકારવામાં આવ્યું હતું કે, હું દિલ્હીની ચૂંટણીમાં ભાજપની હારને સ્વીકારું છું. ‘દેશ કે ગદારોં કો’ જેવાં નિવેદનો બોલવા જોઇતા ન હતાં. આવા નિવેદનોને કારણે પાર્ટીને નુકસાન વેઠવું પડ્યું હોઇ શકે છે.

આપને જણાવી દઇએ કે, દિલ્હીની ચૂંટણીની હાર પછી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચારમાં અરવિંદ કેજરીવાલ દ્વારા ફક્ત અને ફક્ત વિકાસની આંગળી પકડવામાં આવી હતી, જ્યારે ભાજપનાં નેતાઓ દ્વારા કેજરીવાદને આતંકવાદી અને દેશનાં ગદ્દાર તરીકે ચીતરકા નિવેદનો ભાજપનાં નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.