Not Set/ દિલ્હી : હોટલમાં આગ લાગતા 17ના મોત,ભયભીત લોકો હોટલ પરથી કુદી પડ્યાં

  દિલ્હી દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં એક હોટેલમાં લાગેલી ભીષણ આગમાં 17 લોકોના મોત થયા છે.મંગળવારે વહેલી પરોઢે 4 વાગે લાગેલી આગ ઓલવવા માટે 26 જેટલા ફાયર ફાઇટર રવાના કરવામાં આવ્યા હતા. દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં આવેલી હોટેલ અર્પિતમાં આગ લાગતા 5 માળનું બિલ્ડિંગમાં જ્વાળાઓ ફેલાઈ હતી.આગમાં લગભગ 35 લોકો ફસાયા હતા જેમને રેસ્કયુ કરાયા […]

Top Stories India
delhi hotel fire દિલ્હી : હોટલમાં આગ લાગતા 17ના મોત,ભયભીત લોકો હોટલ પરથી કુદી પડ્યાં

 

દિલ્હી

દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં એક હોટેલમાં લાગેલી ભીષણ આગમાં 17 લોકોના મોત થયા છે.મંગળવારે વહેલી પરોઢે 4 વાગે લાગેલી આગ ઓલવવા માટે 26 જેટલા ફાયર ફાઇટર રવાના કરવામાં આવ્યા હતા.

દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં આવેલી હોટેલ અર્પિતમાં આગ લાગતા 5 માળનું બિલ્ડિંગમાં જ્વાળાઓ ફેલાઈ હતી.આગમાં લગભગ 35 લોકો ફસાયા હતા જેમને રેસ્કયુ કરાયા હતા.આગમાં ઘાયલ 5 ઇજાગ્રસ્તોને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જો કે આગ લાગવા પાછળનું કારણ ખાસ હજુ સામે આવ્યું નથી. અધિકારીઓના મતે કોરિડોરમાં વુડન પેનલના લીધે લોકોને કોરિડોરના રસ્તાથી બહાર નીકળી શકાયા નહીં.

ફાયર બ્રિગેડના સુત્રોના કહેવા પ્રમાણે જે 9 લોકોના મોત થયા છે તેમાંથી મોટા ભાગના લોકોના ગૂંગળામણના કારણે થયા છે.

આગના કારણે લોકોમાં એટલો ભય હતો કે ચીફ ફાયર ઓફિસર વીપીન કેંતાલના કહેવા પ્રમાણે બે લોકો બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા હતો અને તે બંનેના મોત થયા છે.