Delhi/ 2025 સુધીમાં દિલ્હી પોલીસમાં 25% મહિલા સ્ટાફ હશે, રાકેશ અસ્થાનાએ સ્થાપના દિવસે કરી જાહેરાત

દિલ્હી પોલીસના 75માં સ્થાપના દિવસના અવસર પર, પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ બુધવારે કહ્યું કે, તેમનો વિભાગ 2025 સુધીમાં પોલીસ દળમાં મહિલાઓની સંખ્યા વધારીને એક ચતુર્થાંશ કરવા માંગે છે

India
police

આગામી વર્ષોમાં દિલ્હી પોલીસના એક ચતુર્થાંશ સુધી મહિલા પોલીસ કર્મચારીઓ હશે. દિલ્હી પોલીસના 75માં સ્થાપના દિવસના અવસર પર, પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ બુધવારે કહ્યું કે, તેમનો વિભાગ 2025 સુધીમાં પોલીસ દળમાં મહિલાઓની સંખ્યા વધારીને એક ચતુર્થાંશ કરવા માંગે છે. તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસે પણ ઘણી સામુદાયિક પહેલ કરી છે, ખાસ કરીને યુવાનો માટે કૌશલ્ય પ્રશિક્ષણ.

આ પણ વાંચો: યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ભારતે 24 કલાક હેલ્પલાઈન શરૂ, ઈમેલ પર પણ લઈ શકાશે માહિતી

અસ્થાનાએ કહ્યું કે, મહિલાઓ અને નબળા વર્ગોની સુરક્ષા દિલ્હી પોલીસની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ગૃહ મંત્રાલય સાથે મળીને, અમે 2025 સુધીમાં પોલીસ દળમાં મહિલા પોલીસ કર્મચારીઓની ભાગીદારી એક ચતુર્થાંશ સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે.

દિલ્હી પોલીસ હંમેશા અવસર પર ઉભી રહી છે અને દરેક ક્ષેત્રમાં પોતાને સાબિત કરી છે. તેમણે કહ્યું કે, કોવિડ-19 દરમિયાન કુલ 79 પોલીસ કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દિલ્હી પોલીસે ફરજ ઉપરાંત નાગરિકોને તમામ શક્ય મદદ કરી હતી.

અસ્થાનાએ કહ્યું કે દિલ્હી પોલીસ રાજધાનીના રહેવાસીઓને 30 ડિજિટલ સેવાઓ પૂરી પાડી રહી છે, જેમાં ઈ-બીટ બુક અને ફરિયાદ મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:ટ્રેનોમાં ખરાબ ભોજનની ફરિયાદો દૂર થશે, જાણો IRCTCએ શું પગલાં લીધાં

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના 10 ‘ઓવરગ્રાઉન્ડ વર્કર’ની કરાઈ ધરપકડ