Not Set/ મોદી સરકારનાં એર ઈન્ડિયા વેચાણનાં નિર્ણયને સુબ્રમણ્યમ સ્વામીએ ગણાવી દેશ વિરોધી ડીલ

પોતાના બેબાક નિવેદનોથી જાણીતા ભાજપનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એકવાર ફરી એક એવુ નિવેદન આપ્યુ છે જેનાથી સૌ કોઇ ચોંકી ગયા છે. તેમણે સરકાર દ્વારા એર ઈન્ડિયાને વેચવાની તૈયારીની ટીકા કરી છે. આપને જણાવી દઇએ કે, સોમવારે મોદી સરકારે એર ઈન્ડિયાને વેચવા માટે મેમોરેન્ડમ જારી કરી દીધુ છે. ભાજપનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ દ્વારા આ […]

Top Stories India
Subramanyam Swami મોદી સરકારનાં એર ઈન્ડિયા વેચાણનાં નિર્ણયને સુબ્રમણ્યમ સ્વામીએ ગણાવી દેશ વિરોધી ડીલ

પોતાના બેબાક નિવેદનોથી જાણીતા ભાજપનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એકવાર ફરી એક એવુ નિવેદન આપ્યુ છે જેનાથી સૌ કોઇ ચોંકી ગયા છે. તેમણે સરકાર દ્વારા એર ઈન્ડિયાને વેચવાની તૈયારીની ટીકા કરી છે. આપને જણાવી દઇએ કે, સોમવારે મોદી સરકારે એર ઈન્ડિયાને વેચવા માટે મેમોરેન્ડમ જારી કરી દીધુ છે.

ભાજપનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું કે, આ સોદો સંપૂર્ણપણે રાષ્ટ્ર વિરોધી છે અને મને કોર્ટમાં જવાની ફરજ પડશે. આપણે કુટુંબની કિંમતી ચીજો વેચી ન શકીએ.

સુબ્રમણ્યમ સ્વામીએ એર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ પર બોલી લગાવવાની પ્રક્રિયા માટે લેવામાં આવેલા પગલાઓ સામે પહેલા પણ ચેતવણી આપી છે. તેમણે તેની ટીકા કરતાં કહ્યું કે, હાલમાં આ મુદ્દા પર સંસદીય પેનલ દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે.

સુબ્રમણ્યમ સ્વામીએ એક અનય ટ્વીટમાં લખ્યુ કે, પીએમ મોદી સાહેબ સરકાર હજી પણ આ ફેમિલી સિલ્વરને મજબૂત કરવાને બદલે વેચવા કેમ માંગે છે? જો કે આ સવાલનો જવાબ સરકાર તરફથી ક્યારે મળશે તે જોવાનું રહેશે.

સ્વામીએ તાજેતરમાં કહ્યું હતું કે, તે (એર ઇન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટ) સલાહકાર સમિતિની સામે છે અને હું તેનો એક સભ્ય છું. મને એક નોંધ આપવા કહેવામાં આવ્યું છે, જેની આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેઓ તેના વગર આગળ વધી શકશે નહી. તેમણે ચેતવણી આપી હતી કે જો તેઓ તે કરે છે તો હું કોર્ટમાં જઇશ, તેઓને પણ આ ખબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.