Not Set/ #DelhiAssemblyElection2020/ બસપાનાં ઉમેદવાર નારાયણ દત્ત શર્મા પર જીવલેણ હુમલો

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, આજે તમામ રાજકીય પક્ષો દિલ્હીનાં સિંહાસનને મેળવવા માટે પોતાનો પૂરો જોર લગાવશે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે બદરપુરનાં બસપાનાં ઉમેદવાર નારાયણ દત્ત શર્મા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સુત્રોની વાત માનીએ તો નારાયણ દત્ત રાત્રે એક વાગ્યે મીટિંગ સમાપ્ત કર્યા બાદ ઘરે પરત […]

Top Stories Gujarat Assembly Election 2022 India
Narayan Dutt Sharma #DelhiAssemblyElection2020/ બસપાનાં ઉમેદવાર નારાયણ દત્ત શર્મા પર જીવલેણ હુમલો

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, આજે તમામ રાજકીય પક્ષો દિલ્હીનાં સિંહાસનને મેળવવા માટે પોતાનો પૂરો જોર લગાવશે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે બદરપુરનાં બસપાનાં ઉમેદવાર નારાયણ દત્ત શર્મા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

સુત્રોની વાત માનીએ તો નારાયણ દત્ત રાત્રે એક વાગ્યે મીટિંગ સમાપ્ત કર્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ રસ્તામાં તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમની કારનાં કાચ તૂટી ગયા હતા, જેના કારણે નારાયણ દત્ત શર્મા સહિત તેમના સાથી પણ ઘાયલ થયા છે.

આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા હુમલાખોરો સામે ગુનો નોંધ્યો હતો અને ધારાસભ્ય નારાયણ દત્ત શર્મા અને અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ હુમલો કોણે કરાવ્યો તે હજુ બહાર આવ્યું નથી. આપને જણાવી દઈએ કે દિલ્હીની તમામ 70 બેઠકો માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે જ્યારે 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.