Not Set/ #DelhiAssemblyElection2020/ રેલીમાં મોડા પડેલા પ્રિયંકા ગાંધી દ્વારા ફરી એકવાર બતાવવામાં આવ્યો આવો રાજકીય કુનેહ !!

સાચો રાજનેતા કોને કહેવાય તેની ઝલક પ્રિયંકા ગાંઘી દ્વારા બુધવારે દિલ્હીની એક ચૂંટણી રેલીમાં ફરી થી આપવામાં આવી હતી. પોતાને મળતા તમામ પ્રચાર અને પ્રસારનાં અવસરોને ઝડપી લઇ પોતાની વાત બખુબી સાથે લોકોની સામે રાખી અને લોકોને હકીકતનું ભાન કરાવવામાં રાજકારણીઓ પારંગત હોય છે, કોઇને સીધું કશું કહ્યા વિના દાખલાઓનાં સથવારે પોતાની વાત સમજાવવી તે […]

Top Stories Gujarat Assembly Election 2022 India
priyanka #DelhiAssemblyElection2020/ રેલીમાં મોડા પડેલા પ્રિયંકા ગાંધી દ્વારા ફરી એકવાર બતાવવામાં આવ્યો આવો રાજકીય કુનેહ !!

સાચો રાજનેતા કોને કહેવાય તેની ઝલક પ્રિયંકા ગાંઘી દ્વારા બુધવારે દિલ્હીની એક ચૂંટણી રેલીમાં ફરી થી આપવામાં આવી હતી. પોતાને મળતા તમામ પ્રચાર અને પ્રસારનાં અવસરોને ઝડપી લઇ પોતાની વાત બખુબી સાથે લોકોની સામે રાખી અને લોકોને હકીકતનું ભાન કરાવવામાં રાજકારણીઓ પારંગત હોય છે, કોઇને સીધું કશું કહ્યા વિના દાખલાઓનાં સથવારે પોતાની વાત સમજાવવી તે પણ એક પ્રકારની કુનેહ છે. હા એ વાત અલગ છે કે આજ કાલ નેતાઓ દ્વારા પોતાનાં બોલ પરનો કાબુ અને જીવા પરની લગામ ખોઇ દેવામાં આવી છે, કદાચ માટે જ નેતાઓની ભાષા ઘણીવાર એટલી તે ક્ષોભ જનક હોય છે કે તેને પોતાનો નેતા માનવો કે નહીં તે પણ સવાલ થાય છે.

અમુક રાજનેતા કે રાજકારણીઓ પોતાની વાતને રજૂ કરવામાં અને જાહેર જગ્યા પર પોતાની સામે આવેલા પ્રશ્નને હેન્ડલ કરવામાં નિપુણ હોય છે અને તે જ કહેવાય છે સાચા કોમ્યુનિકેટર, બસ આવું જ કંઇ જોવામાં આવ્યું જ્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી દિલ્હીની એક ચૂંટણી રેલીમાં મોડા પડ્યા. પોતાને મોડું પડવાથી ઉદભવેલ વિપરીત સ્થિતિને પ્રિયંકા દ્વારા સહેજ રીતે તકમાં બદલી દેવામાં આવી હતી.

કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમાં હૌઝ કાઝીની એક રેલીમાં આવતાની સાથે જ કહ્યું કે,” ભાઈઓ અને બહેનો, મોડેથી આવવા બદલ હું માફી માંગું છું, હું ટ્રાફિકમાં અટવાઈ ગઇ હતી. AAP અને BJPએ છેલ્લા 5 વર્ષમાં કોઈ નવા રસ્તો બનાવ્યા નથી, જો હું શીલા દીક્ષિત જીની મેટ્રો લઈ લેત, તો હું 10 મિનિટમાં પહોંચી શકી હોત.”

મોડા પહોંચવા બદલ માફી માંગવાની સાથે જ પ્રિયંકાએ AAP અને BJPને પોતાના મોડા પહોંચવાનાં નિમીત તો બનાવ્યા, પરંતુ કોઇનું નામ લીધા વિના તે પણ જાહેર જનતાને જણવી દીધું કે, દિલ્હીમાં મેટ્રોનો પાયો કોંગ્રેસ દ્વારા નાખવામાં આવ્યો હતો. હાલ જે આ મામલે વાહ વાહી લૂંટી રહ્યા છે તેમણે તો રીબીનો જ કાપી છે. સાથે જ તે પણ જણાવ્યું કે વિકાસની વાતો કરનારી AAP અને BJPએ દિલ્હીમાં કેટલો વિકાસ કર્યો છે અને કેટલા કાચા પડ્યા છે.

આપને યાદ અપાવી દઇએ કે, પૂર્વે પણ લોકસભા 2019નાં યુપીનાં એક રોડ શો દરમિયાન પ્રિયંકા દ્વારા પોતાની રાજનૈતિક કુનેહનો પરીચય આપતા, લોકો સાથેનાં જાહેર સંવાદ સમયે લોકમાંથી આવેલી એક ચીઠ્ઠીને પ્રિયંકા દ્વારા જાહેરમાં મધુર સ્મિત અને લહેકા સાથે મારી પાસે ચશ્મા નથી, હું ચશ્મા વિના વાચી શકીશ નહી તેવું કહી ચીઠ્ઠી પર જવાબ ટાળી દેવામાં આવ્યો હતો. મજાની વાતએ હતી કે પ્રિયંકાએ જે હાસ્ય સાથે આ કહ્યું હતું તે સાંભળી ત્યા હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા અને જવાબ ટળી ગયો હતો.

તમામ હકીકતો વચ્ચે તે પણ જણાવી દઇએ કે, પાછલી દિલ્હી વિઘાનસભાની ચૂંટણીમાં જે કોંગ્રેસે દિલ્હી પર સૌથી વધુ રાજ કર્યું છે, તે કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી નહોતી અને AAPને 67 અને BJPને 3 બેઠકો મળી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.