Healthy Recipe/ પચવામાં સરળ અને સ્વાદથી ભરપૂર મકાઈના દાણામાંથી બનતો સ્વાદિષ્ટ ચાટ

વરસાદની સીઝનમાં દરેકને ચટ્ટાકેદાર ખાવાની ઈચ્છા તો થતી જ રહે છે. તો કેમ ના આ ચટ્ટાકાની સાથે સ્વાસ્થ્ય પણ સાચવી લઈએ!

Food Lifestyle
Corn Chaat પચવામાં સરળ અને સ્વાદથી ભરપૂર મકાઈના દાણામાંથી બનતો સ્વાદિષ્ટ ચાટ

કૉર્ન ભેલ બનાવવા માટેની સામગ્રી:

૧ વાડકી બાફેલી મકાઈના દાણા
૧/૨ વાડકી ઝીણી સમારેલી ડુંગળી
૧/૨ વાડકી ઝીણી સમારેલી કાકડી
૧/૨ વાડકી ઝીણા સમારેલા ટામેટા
૧/૨ નંગ ઝીણું સમારેલું કેપ્સીકમ
૩ ચમચી કોથમીર ફુદીના મરચાં ની ચટણી
૩ ચમચી ટામેટો કેચપ
૧ ચમચી લીંબુનો રસ
૧ ચમચી ચાટ મસાલો
૧/૨ વાડકી આલુ સેવ
૧/૨ વાડકી તીખી મમરી
ઝીણી સમારેલી કોથમીર

કૉર્ન ભેલ બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલી મકાઈના દાણા લો.ત્યાર બાદ તેમાં કાકડી,ટામેટા, ડુંગરી, કેપ્સીકમ,કોથમીર ફુદીના મરચાં ની ચટણી, ટમેટો કેચપ, લીંબુનો રસ,ચાટ મસાલો, આલુ સેવ,તીખી મમરી,કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે એક પ્લેટમાં મિક્સ કરેલું મિશ્રણ લો.તેને ફરતે તીખી મમરી મૂકો.ત્યારબાદ આ આલુ સેવ મૂકો. ઉપરથી ટમેટો કેચપ, ઝીણી સમારેલી કોથમીર, ટામેટાં, ડુંગળી, કેપ્સીકમ મૂકીને ગાર્નિશ કરો આપણે કોનૅ ભેળ તૈયાર છે.