Omicron New Variant/ સાયપ્રસમાં મળ્યું કોવિડનું ‘ડેલ્ટાક્રોન’ સ્વરૂપ, ઓમિક્રોન અને ડેલ્ટાનું મિશ્ર સ્વરૂપ

સાયપ્રસથી સમાચાર છે કે ત્યાં ઓમિક્રોન અને ડેલ્ટાનો સમાવેશ થતો એક નવો કોરોના વેરિયન્ટ મળી આવ્યો છે.

Top Stories World
ઓમિક્રોન

કોરોનાના નવા નવા સ્વરૂપો સામે આવી રહ્યા છે, જેના કારણે આ મહામારીને લઈને આશંકાઓ વધુ ઘેરી બની રહી છે. હવે સાયપ્રસથી સમાચાર છે કે ત્યાં ઓમિક્રોન અને ડેલ્ટાનો સમાવેશ થતો એક નવો કોરોના વેરિયન્ટ મળી આવ્યો છે.

આ પણ વાંચો :કોરોનાની બુલેટ સ્પીડનો ચોંકાવનારો આંક, વિશ્વમાં 96 કલાકમાં જ 1 કરોડ નવા કેસ

ઓમિક્રોન એ અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો કોરોના વેરિયન્ટ હોવાનું કહેવાય છે, જ્યારે ડેલ્ટાએ ગયા વર્ષે ઘણા દેશોમાં તબાહી મચાવી હતી. આવી સ્થિતિમાં તેમના મિશ્રિત નવા વેરિયન્ટમાં શું જોખમ હશે, તેનો અંદાજ લગાવી શકાય છે. બ્લૂમબર્ગ ન્યૂઝ અહેવાલ આપે છે કે સાયપ્રસના એક સંશોધકે આ નવા સ્ટ્રેનને શોધી કાઢ્યો છે, જે ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટ્સનું સંયોજન હોવાનો દાવો કરવામાં આવે છે.

સાયપ્રસ યુનિવર્સિટીના બાયોલોજીના પ્રોફેસર લિયોન્ડિઓસ કોસ્ટ્રિક્સે તેના ઓમિક્રોન જેવા આનુવંશિક લક્ષણો અને ડેલ્ટા જેવા જીનોમને કારણે તેનું નામ ‘ડેલ્ટાક્રોન’ રાખ્યું છે. રિપોર્ટ અનુસાર સાયપ્રસમાં અત્યાર સુધીમાં ડેલ્ટાક્રોનના 25 દર્દીઓ મળી આવ્યા છે. જો કે, આ વેરિયન્ટ કેટલું ઘાતક છે અને તેની શું અસર થશે તે કહેવું ઉતાવળભર્યું છે.

આ પણ વાંચો :અમેરિકામાં શીખ ટેક્સી ડ્રાઇવરને માર મારી, પાઘડી ઉતારી ફેંકી દીધી; વીડિયો વાયરલ 

કોસ્ટ્રિક્સે કહ્યું કે અમે શોધીશું કે આ સ્ટ્રેન વધુ પેથોલોઝીકલ અથવા વધુ ચેપી છે અને તે ભૂતકાળની બે મુખ્ય સ્ટ્રેન કરતાં વધુ અસરકારક હશે. સિગ્મા ટીવી સાથેની ચર્ચામાં, તેમણે કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટાક્રોન કરતાં વધુ ચેપી લાગે છે. આ સંશોધકોએ તેમના અભ્યાસના પરિણામો ‘GISaid’ને મોકલ્યા છે, જે ઈન્ફેક્શન ડેટાને ટ્રેક કરતી આંતરરાષ્ટ્રીય ડેટા બેઝ છે.

અમેરિકામાં દરરોજ સરેરાશ છ લાખ નવા સંક્રમિત

ડેલ્ટાક્રોન વેરિયન્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ઓમિક્રોન વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં કોવિડ-19ના તાજા કેસમાં વધારાના મુખ્ય ચાલક તરીકે ઉભરી આવ્યો છે. અમેરિકામાં છેલ્લા સાત દિવસમાં સરેરાશ 6 લાખથી વધુ નવા સંક્રમણ જોવા મળી રહ્યા છે. શુક્રવારે, જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે પાછલા અઠવાડિયાની તુલનામાં કેસમાં 72 ટકાનો વધારો થયો છે. મહામારીના સમયગાળા દરમિયાન આ એક રેકોર્ડ છે.

આ પણ વાંચો :હિમવર્ષા જોવા ગયેલા 21 પ્રવાસીઓ કારમાં થીજી બન્યા બરફ

આ પણ વાંચો :WHO એ આપી ચેતવણી – નવા વેરિઅન્ટને હળવાશમાં લેવાની ન કરો ભૂલ

આ પણ વાંચો : લંડનની હોસ્પિટલોમાં નર્સોને બદલે કેમ તૈનાત કરવામાં આવી સેના? એમ્બ્યુલન્સ ચલાવવાથી…