Interesting/ લગ્નની કંકોત્રીમાં MSP ગેરંટી કાયદાની માંગ, ખેડૂત આંદલોનની જોવા મળી ઝલક

ખેડૂતોનું આંદોલન ખતમ થઈ ગયું હતું, પરંતુ સરકાર પાસે ખેડૂતોની માંગ હજુ પણ ચાલુ છે. હરિયાણાનાં એક વ્યક્તિએ તેના લગ્ન કાર્ડ પર MSP કાયદાની ગેરંટી માંગી છે.

Top Stories Ajab Gajab News
કંકોત્રી પર MSP ગેરંટી

આ વર્ષે પાંચ રાજ્યોમાં ચૂંટણી છે. ચૂંટણી પહેલા જ કૃષિ કાયદાઓ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આ પછી ખેડૂતોનું આંદોલન ખતમ થઈ ગયું હતું, પરંતુ સરકાર પાસે ખેડૂતોની માંગ હજુ પણ ચાલુ છે. હરિયાણાનાં એક વ્યક્તિએ તેના લગ્ન કાર્ડ પર MSP કાયદાની ગેરંટી માંગી છે.

આ પણ વાંચો – દુર્ઘટના / મુંબઈની કમલા બિલ્ડિંગમાં લાગી આગ ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ પહોંચી ઘટના સ્થળે

હરિયાણાનાં ભિવાની જિલ્લાનાં રહેવાસી પ્રદીપ કાલીરામનાં 14 ફેબ્રુઆરીએ લગ્ન છે. તેણે 1500 લગ્નનાં કાર્ડ પણ છપાવ્યા છે અને આ કાર્ડ્સ પર તેણે લખ્યું છે કે, જંગ હજુ ચાલુ છે, MSP નો વારો છે. આ સિવાય કાર્ડ પર ટ્રેક્ટર અને ‘નો ફાર્મર્સ, નો ફૂડ’ (No Farmers No Food)  નું ચિહ્ન પણ બનાવવામાં આવ્યું છે. એગ્રીકલ્ચર એક્ટ સામેનાં આંદોલનને સ્થગિત કર્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ સરકાર પાસે ખેડૂતોની માંગ હજુ પણ ચાલુ છે. પ્રદીપ કાલીરામને કહ્યું કે, હું મારા લગ્નનાં કાર્ડ દ્વારા એક સંદેશ આપવા માંગુ છું કે, ખેડૂતોનાં આંદોલનની જીત હજુ પૂર્ણ થઈ નથી. ખેડૂતોની જીત ત્યારે જ માનવામાં આવશે જ્યારે સરકાર એમએસપી એક્ટની ગેરંટી ખેડૂતોને લેખિતમાં આપશે. MSP કાયદા વિના ખેડૂતો પાસે કંઈ નથી. ખેડૂતોની શહાદત અને તેમનું બલિદાન પણ ત્યારે જ સાર્થક થશે. તેમણે કહ્યું કે, ખેડૂતોનાં આંદોલન દરમિયાન તેઓ દિલ્હીની સરહદો પર આવતા રહ્યા અને ખેડૂતોને પોતાનું સમર્થન પણ આપ્યું હતું, તેથી મેં 1500 લગ્નનાં કાર્ડ છાપ્યા છે જેના પર લખ્યું છે.

આ પણ વાંચો – Shocking / વૃદ્ધનું ઘર પૂરી રીતે સળગી ગયુ પણ બિલાડી બચી ગઇ તો ખુશીમાં રડવા લાગ્યા, જુઓ આ ભાવુક Video

આપને જણાવી દઇએ કે, 5 જૂન, 2020 નાં રોજ, કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ બિલ સંસદનાં ટેબલ પર મૂક્યુ હતુ અને 20 સપ્ટેમ્બરનાં રોજ, લોકસભા પછી, તેને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યુ. વળી, કૃષિ કાયદાનાં વિરોધમાં શરૂ થયેલું આ આંદોલન દિલ્હીની સરહદો પર 13 મહિના સુધી ચાલ્યું હતુ. અંતે, મોદી સરકારે કૃષિ કાયદાને પાછો ખેંચી લીધો હતો. આ પછી ખેડૂતોની અન્ય માંગણીઓ પર પણ ખેડૂતો અને સરકાર સાથે સમજૂતી થઈ હતી.