ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હવે સામાન્ય બની છે ,જેના લીધે જનજીવન સામાન્ય બન્યું છે ,કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાયાે છે,કોરોના હાલ કંટ્રોલ છે. છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 22 નોધાયા છે
રાજ્યમાં કોરનાના કેસ તળીયે છે, કોરોનાના નવા કેસમાં નજીવો વધારો જોવા મળે છે છેલ્લા 24 કલાકમાં નવા નવા કોરોના સંક્રમિતના 22 કેસ નોંધાયા છે ,કોરોનાની સ્થિતિમાં ઘટાડો નોંધાતા જનજીવન ફી ધબકતું થયું છે અને ધંધા રોજગાર કુલ્લી રહ્યા છે. સરકાર હજીપણ કોરોનાને ધ્યાનમા લઇને અગમચેતી પગલાં લઇને વેક્સિનેશન પર પુરતું ધ્યાન આપી રહી છે.
ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યાં 8,25,180 છે .જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી.જે સારી વાત છે,રાજ્યમાં કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યા ણ વધી રહી છે ,ગુજરાતમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યામાં 23 થઇ છે. રાજ્યમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 8.15446 થઇ છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 140 છે. કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે.
ઉલ્લેખનીય છે કે વિશેષજ્ઞનોના મતે હજી ત્રીજી લહેર આવી શકે છે. હજી પણ ભારતના 35 રાજ્યોએ એવા છે કે કોરોનાની સ્થિતિ ભયાવહ જોવા મળી રહી છે. હાલ રાજ્ય સરકાર કોરનાના કેસને લઇને વધુ સક્રીય જાેવા મળી રહી છે.