Not Set/ મોટાભાગના દેશોમાં લોકશાહી નબળી પડી રહી છે : રિપોર્ટ

રિપોર્ટમાં બ્રાઝિલ, ભારત અને યુએસ જેવા સ્થાપિત લોકશાહી દેશો વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બ્રાઝિલ અને યુએસમાં રાષ્ટ્રપતિઓએ જ દેશના ચૂંટણી પરિણામો પર સવાલ ઉઠાવ્યા હતા,

Top Stories India
a 7 1 4 મોટાભાગના દેશોમાં લોકશાહી નબળી પડી રહી છે : રિપોર્ટ

દુનિયામાં એવા દેશોની સંખ્યા ઝડપથી વધી રહી છે જ્યાં લોકશાહીના મૂળિયાં નબળા પડી રહ્યા છે. આમાં ભારત પણ સામેલ છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્સ (IDEA)ના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. એક અહેવાલ અનુસાર, લોકશાહી રાજકારણ, કોવિડ-19 રોગચાળાનો ઉપયોગ ટીકાકારોને ચૂપ કરવા, અન્ય દેશોની અલોકતાંત્રિક પદ્ધતિઓ અપનાવવાની પ્રથા અને સમાજમાં ભાગલા પાડવા માટે નકલી માહિતીનો ઉપયોગ જેવા પરિબળોને કારણે લોકશાહી જોખમમાં છે. આઈડિયાએ આ રિપોર્ટ 1975થી લઈને અત્યાર સુધીના ડેટાના આધારે તૈયાર કર્યો છે.

રિપોર્ટ કહે છે, “પહેલા કરતાં વધુ દેશોમાં હવે લોકશાહીનો અંત આવી ગયો છે. આ પહેલા ક્યારેય આટલી મોટી સંખ્યામાં એવા દેશો જોવા મળ્યા નથી કે જેમાં લોકશાહી ઘટી રહી હોય. ભારતનું નામ તેના રિપોર્ટમાં આઈડિયાએ ‘માનવ અધિકાર અને મીડિયાની સ્વતંત્રતા’ ઉપરાંત ‘સરકાર અને ન્યાયતંત્રની સ્વતંત્રતા’ જેવા મૂલ્યોનું પણ ધ્યાન રાખ્યું છે. 2021માં અફઘાનિસ્તાનમાં સૌથી મોટું નાટકીય પરિવર્તન જોવા મળ્યું હતું, જ્યાં પશ્ચિમી દળોના પ્રસ્થાન પહેલા જ તાલિબાને સત્તા પર કબજો કર્યો હતો. 1 ફેબ્રુઆરી 2020ના રોજ મ્યાનમારમાં થયેલા બળવામાં પણ લોકશાહીનો ક્ષય થતો જોવા મળ્યો હતો.

આફ્રિકામાં બળવો, માલીમાં બે વખત સરકારને ઉથલાવી દેવામાં આવી, જ્યારે ટ્યુનિશિયામાં રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી હતી અને કટોકટીની સત્તાઓ મેળવી હતી. રિપોર્ટમાં બ્રાઝિલ, ભારત અને યુએસ જેવા સ્થાપિત લોકશાહી દેશો વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બ્રાઝિલ અને યુએસમાં રાષ્ટ્રપતિઓએ જ દેશના ચૂંટણી પરિણામો પર સવાલ ઉઠાવ્યા હતા,

જ્યારે ભારતમાં સરકારની નીતિઓની ટીકા કરનારાઓને પરેશાન કરવામાં આવે છે. રોગચાળાના કારણે વધતા સરમુખત્યારશાહી વિચારના અહેવાલમાં, હંગેરી, પોલેન્ડ, સ્લોવેનિયા અને સર્બિયા એવા યુરોપિયન દેશો છે,  જેણે લોકશાહીને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. 2010 અને 2020 ની વચ્ચે તુર્કીમાં લોકશાહી મૂલ્યોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “સત્ય એ છે કે 70 ટકા વસ્તી એવા દેશોમાં રહે છે જ્યાં કાં તો લોકશાહી નથી અથવા તો નાટકીય રીતે ઘટાડો થઈ રહ્યો છે.”

અહેવાલ મુજબ, કોવિડ-19 રોગચાળા દરમિયાન શાસકો અને સરકારો વધુ સરમુખત્યાર બની ગયા છે. અભ્યાસ કહે છે કે એવા કોઈ પુરાવા નથી કે સરમુખત્યાર શાસકોએ રોગચાળા સાથે વ્યવહાર કરવામાં અન્ય સરકારો કરતાં વધુ સારું કામ કર્યું છે. બેલારુસ, ક્યુબા, મ્યાનમાર, નિકારાગુઆ અને વેનેઝુએલા જેવા દેશોમાં દમનને ન્યાયી ઠેરવવા અને અસંમતિને શાંત કરવા માટે વધારાના માધ્યમો ઉપલબ્ધ કરવવામાં આવ્યા છે.

લો બોલો / ચીની યુવતીએ કચ્છમાં લીધી કોરોના વેક્સીન

સરકારી કર્મચારી આનંદો..! / નિવૃત્તિ વય અને પેન્શનની રકમ વધી શકે છે : PMની આર્થિક સલાહકાર સમિતિનો પ્રસ્તાવ