Ahmedabad/ કુખ્યાત બાબાખાન અને નઝીર વોરાના બાંધકામ પર તવાઈ, આટલા કરોડનું બાંધકામ હટાવાયું

અમદાવાદના સરખેજ વિસ્તારમાં કુખ્યાત એવા નજીર વોરા અને બબખાનના ગેર કાયદેસર બાંધકામ ઉપર કોર્પોરેશન અને પોલીસ વિભાગે સાથે મળીને દબાણો દુર કર્યા છે. આરોપી એવા બાબા ખાન અને નજીર વોરાના

Top Stories Ahmedabad
anand 3 કુખ્યાત બાબાખાન અને નઝીર વોરાના બાંધકામ પર તવાઈ, આટલા કરોડનું બાંધકામ હટાવાયું

અમદાવાદના સરખેજ વિસ્તારમાં કુખ્યાત એવા નજીર વોરા અને બબખાનના ગેર કાયદેસર બાંધકામ ઉપર કોર્પોરેશન અને પોલીસ વિભાગે સાથે મળીને દબાણો દુર કર્યા છે. આરોપી એવા બાબા ખાન અને નજીર વોરાના અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણ ઝોન 7 ડીસીપી અને કોર્પોરેશન દ્વારા કામગીરી  દુર કરવામાં આવ્યા છે. સરખેજ સોનલ રોડ પર 7.25 કરોડની કિંમતનું બાંધકામ તોડી પડાયું  છે. આગઉ પણ ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું.

અમદાવામાં સરખેજ વિસ્તારોમાં ગુનાખોરીમાં કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ અને જમીનની પોલીસ દ્વારા માહિતી મેળવીને તેને તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત બાબાખાનના પાંચ માળના 2880 ચોરસ મીટરના નેહા ફ્લેટને પણ તોડી પાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ઓકટોબરમાં આ બાંધકામ બાબતે ત્રણ વખત નોટીસ આપવામાં આવી હતી. પરંતુ તેને બાંધકામ કરનારે ધ્યાને નહીં લેતા આખરે આ બાંધકામને 15 ઓક્ટોબરના રોજ સીલ કરી દેવામાં આવ્યું હતું.