Not Set/ ડેન્ગ્યુનો દાનવ/ 28 વર્ષિય રાજકોટની પરણિતાનું સારવાર દરમિયાન મોત

રાજ્યમાં ડેન્ગ્યુનો કહેર યથાવત જોમાં આવી રહ્યો છે. અને રાજબરોજ કોઇને કોઇ વ્યક્તિ આ જીવલેણ રોગનો શિકાર બનતું જોવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે અને જ્યાં જોવો ત્યાર, જે ઘરમાં નજર કરો ત્યાં તાવનાં દર્દી જોવામાં આવી રહ્યા છે. મંગળવારે સવારનાં સમયે અમદાવાદમાં મણિનગરની એલજી હોસ્ટિપલમાં સારવાર લઈ રહેલી અને ઈન્દ્રપુરી વોર્ડમાં […]

Gujarat Rajkot
Dengue ડેન્ગ્યુનો દાનવ/ 28 વર્ષિય રાજકોટની પરણિતાનું સારવાર દરમિયાન મોત

રાજ્યમાં ડેન્ગ્યુનો કહેર યથાવત જોમાં આવી રહ્યો છે. અને રાજબરોજ કોઇને કોઇ વ્યક્તિ આ જીવલેણ રોગનો શિકાર બનતું જોવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે અને જ્યાં જોવો ત્યાર, જે ઘરમાં નજર કરો ત્યાં તાવનાં દર્દી જોવામાં આવી રહ્યા છે.

મંગળવારે સવારનાં સમયે અમદાવાદમાં મણિનગરની એલજી હોસ્ટિપલમાં સારવાર લઈ રહેલી અને ઈન્દ્રપુરી વોર્ડમાં રહેતી ત્રણ વર્ષની બાળકી ડેન્ગ્યુના કારણે મોતને ભેટી હતી. તો બપોરનાં સમયે રાજકોટમાં ડેન્ગ્યુનો કહેર યથાવત જોવામાં આવ્યો હતો. રાજકોટમાં  ડેન્ગ્યુથી પીડિત મહિલાનું મોત થયાનું સામે આવી રહ્યું છે. 28 વર્ષીય પરણિત મહિલાનું મોત ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હોવાનું જાવામાં આવી રહ્યું છે.  

આમ મગંળવારે નોંધવામાં આવેલા બંને માતનાં બનાવો હોસ્પીટલમાં સારવાર દરમિયાન ઘટ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુધીનાં ગુજરાતમાં નવેમ્બર મહિનામાં 17થી વધુ લોકોને આ જીવલેણ રોગ પોતાનો શિકાર બનાવી ચૂક્યો છે તો રાજ્યભરમાં લગભગ લગભગ 500થી વધુ લોકો ડેન્ગ્યુનાં શિકાર બન્યા હોય અને સારવાર નીચે હોઇ તેવું નોંધવામાં આવ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.