દિયોદર/ નર્મદા મુખ્ય કેનાલમાં પડેલી નીલગાયનું કરાયું રેસક્યું

દિયોદરના ગોદા મુખ્ય નર્મદા કેનાલમાંથી નીલગાયને સુરક્ષિત બહાર કાઢવા માટે ગ્રામજનોએ SRPF અને SDRF જવાનોનો આભાર માન્યો હતો.

Top Stories Gujarat Others
નીલગાય

દિયોદરના ગોદા મુખ્ય નર્મદા કેનાલમાં નીલગાય ગાય પડી ગઈ હતી. આ નીલગાય નું મડાણા ડાંગિયા SRPF અને SDRF જવાનોએ રેસકયું કર્યું હતું અને નીલગાયને સુરક્ષિત બચાવી લેવામાં આવી છે.

મળતી વિગત અનુસાર પાલનપુરના મડાણા ડાંગીયા ખાતે આવેલ SRPF ગ્રુપ 3 ના અને SDRF ના  જવાનોએ આગામી ચોમાસાની તૈયારી અને તાલીમના ભાગરૂપે નર્મદા મુખ્ય કેનાલમાં સ્વિમિંગ કરી રહ્યા હતા. ત્યારે દિયોદર ગોદા મુખ્ય નર્મદા કેનાલમાં નીલ ગાય ખાબકી હોવાનું ગામલોકોને જાણ થતાં ગામલોકોએ નીલ ગાયને બહાર કાઢવા ભારે મથામણ કરી હતી. પણ નીલ ગાય બહાર નહીં નીકળતા ગામલોકએ નર્મદા કેનાલમાં SRPF અને SDRF જવાનો જાણ કરાતા તાલીમ લહી રહેલા જવાનો દ્વારા ભારે મથામણ બાદ નીલ ગાયનો આબાદ બચાવ કરી બહાર કાઢવામાં આવી હતી. નીલગાયને સુરક્ષિત બહાર કાઢવા માટે ગ્રામજનોએ SRPF અને SDRF જવાનોનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે વાડી વિસ્તારમાં આવેલ કૂવામાં નીલગાય પડી જતા ફોરેસ્ટ સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. નીલગાયને કુવામાંથી બહાર કાઢવા માટે ફોરેસ્ટ સ્ટાફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. નીલ ગાયને બહાર કાઢવા માટે ફોરેસ્ટ વિભાગના જે.પી જોગરાણા, સંજયભાઈ બારૈયા, કેતનભાઇ જાની, મયુર સિંહ, મુકેશ સિંહ, ઇડીયા ગામના સરપંચ સહિતના રેસ્ક્યુમાં જોડાયા હતા અને નીલગાયને સુરક્ષિત રીતે બહાર કાઢીને મુક્ત વાતાવરણમાં છોડી હતી.

મળતી વિગત અનુસાર જેસર તાલુકામાં બીલા ગામે વાડી વિસ્તારમાં આવેલ કૂવામાં નીલગાય પડી જતા ફોરેસ્ટ સ્ટાફ દ્દવારા ઘટનાસ્થળે પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે બાબુભાઈ ઘોહા ભાઈની વાડીમાં આવેલ કુવામાં એક નીલગાય ખાબકી જતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફોરેસ્ટ સ્ટાફને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને નીલગાયના રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી . ત્યારે આ નીલ ગાયને બહાર કાઢવા માટે ફોરેસ્ટ વિભાગ જે પી જોગરાણા, સંજયભાઈ બારૈયા, કેતનભાઇ જાની, મયુર સિંહ,મુકેશ સિંહ, ઇડીયા ગામના સરપંચ સહિતના રેસ્ક્યુ માં જોડાયા હતા . જેમાં નીલગાય કુવામાં ખાબકી જતા ફોરેસ્ટ વિભાગ દ્વારા નીલગાયને કૂવામાંથી બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને નીલગાયને કૂવામાંથી બહાર કાઢીને રાણી ગાળ રેસ્કયુ સેન્ટર પર ખસેડવામાં આવી હતી.

Above 1 નર્મદા મુખ્ય કેનાલમાં પડેલી નીલગાયનું કરાયું રેસક્યું

આ પણ વાંચો : ગંગા નદીમાં ન્હાવા પડેલા છ બાળકો ડૂબ્યા,બેના મૃતદેહ મળી આવ્યા