Not Set/ બોલિવુડમાં કુશળ પ્રતિભા ધરાવતી હોવા છતા આ અભિનેત્રી સાબિત થઇ ફ્લોપ

બોલિવુડમાં દરેક અભિનયકર્તાઓ હીટ જાયે તે જરૂરી નથી. ઘણીવાર કુશળ પ્રતિભા હોવા છતા બોલિવુડમાં તમે ફ્લોપ સાબિત થઇ શકો છો. જેનુ એક ઉદાહરણ અભિનેત્રી ક્રિતિ ખરબંદા છે. તે બોલિવુડમાં કેટલાક વર્ષોથી સતત સક્રિય છે. તમામ પ્રકારની કુશળતા અને ખુબસુરત હોવા છતાં તેને બોલિવુડમાં કોઇ સફળતા મળી રહી નથી. વળી સારા કલાકારો સાથે ફિલ્મ પણ મળી […]

Uncategorized

બોલિવુડમાં દરેક અભિનયકર્તાઓ હીટ જાયે તે જરૂરી નથી. ઘણીવાર કુશળ પ્રતિભા હોવા છતા બોલિવુડમાં તમે ફ્લોપ સાબિત થઇ શકો છો. જેનુ એક ઉદાહરણ અભિનેત્રી ક્રિતિ ખરબંદા છે. તે બોલિવુડમાં કેટલાક વર્ષોથી સતત સક્રિય છે. તમામ પ્રકારની કુશળતા અને ખુબસુરત હોવા છતાં તેને બોલિવુડમાં કોઇ સફળતા મળી રહી નથી. વળી સારા કલાકારો સાથે ફિલ્મ પણ મળી રહી નથી. જેથી તેની કેરિયર અદ્ધરતાલ થઇ રહી હોય તેવુ છે. જો કે તે બોલિવુડમાં ટકી રહેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે.

ક્રિતિ આલિયા ભટ્ટ અને દીપિકાને ખુબ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે તે દીપિકા સાથે જો તક મળશે તો કામ કરીને ગર્વ અનુભવ કરશે. આલિયા અને દીપિકા ખુબ શાનદાર અભિનેત્રી છે. ક્રિતિ ગેસ્ટ ઇન લંડન ફિલ્મમાં નજરે પડી હતી. કોમેડી ફિલ્મ લિવ ઇન રિલેશનશીપ પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૧૦માં રજૂ કરવામાં આવેલી અજય દેવગનની ફિલ્મ અતિથી તુમ કબ જાઓગે ફિલ્મની સિક્વલ ફિલ્મ હતી. ફિલ્મમાં કાર્તિક આર્યન અને પરેશ રાવલની ભૂમિકા હતી.

ક્રિતિએ કહ્યુ છે કે તે દીપિકાની ફેન છે. બોલિવુડમાં ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધામાં તે પણ નિષ્ફળ સાબિત થઇ રહી છે. બોલિવુડમાં નવી નવી અભિનેત્રીઓની સતત એન્ટ્રી થઇ રહી છે. ક્રિતિ માને છે કે આલિયા ભટ્ટ અને દીપિકા સ્ટાર છે અને અભિનેત્રી પણ છે. આલિયા ભટ્ટ અંગે વાત કરતા ક્રિતિએ વધુમાં કહ્યુ કે તે ફેક અભિનય કરતી નથી.