Not Set/ વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ પણ અભિનેત્રી નગમા કોરોના પોઝિટિવ

બોલિવૂડમાં કોરોનાવાયરસ હવે પૂરી રીતે હાવી થઇ ચુક્યો છે. લગભગ રોજ કોઇને કોઇ બોલિવૂડ સાથે સંકળાયેલા કલાકાર કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવી રહ્યુ છે.

Entertainment
ગરમી 13 વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ પણ અભિનેત્રી નગમા કોરોના પોઝિટિવ

બોલિવૂડમાં કોરોનાવાયરસ હવે પૂરી રીતે હાવી થઇ ચુક્યો છે. લગભગ રોજ કોઇને કોઇ બોલિવૂડ સાથે સંકળાયેલા કલાકાર કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવી રહ્યુ છે. હવે તાજેતરમાં અભિનેત્રી નગમા વિશે પણ એક મોટો સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, અભિનેત્રી નગમા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે.

Bollywood / શશી કપૂરની પૌત્રી આલિયા કપૂરની સુંદરતા સામે પાણી ભરે છેે કરીના-કરીશ્મા, જુઓ Photos

તાજેતરમાં, અભિનેત્રીએ કોવિડ-19 ની રસી લગાવી હતી પરંતુ તેમ છતા પણ તે કોરોના વાયરસની ઝપટમાં આવી ગઇ છે. જણાવી દઇએ કે, નગમાએ તેના તમામ શુભેચ્છકોને સોશિયલ મીડિયા દ્વારા આ વિશેની માહિતી આપી છે. માહિતી આપતા તેણે કહ્યું છે કે, ‘તેઓ હોમ ક્વોરેન્ટીનમાં છે’. વધુમાં લખ્યું છે કે, “મેં થોડા દિવસો પહેલા કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લીધો હતો અને મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે તેથી મેં પોતાને હોમ ક્વોરેન્ટીન કરી લીધી છે. દરેક લોકો પોતાની સંભાળ રાખે. પ્રથમ રસી લીધા પછી પણ બેદરકારી દાખવશો નહીં.” આપને જણાવી દઈએ કે, નગમાને 2 એપ્રિલે કોરોના રસી અપાઇ હતી. ત્યારબાદ તેણે કહ્યું કે તેને તાવ અને શરદી થઇ ગઇ. અભિનેત્રીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “મેં ગઈકાલે મુંબઈમાં કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. મને તાવ, માથાનો દુખાવો અને શરદી છે. મારી આંખોમાં પણ બળતરા થઇ રહી છે. મને આશા છે કે બધુ ઠીક થઈ જશે. ડોકટરોએ હોમ ક્વોરેન્ટીનમાં રહેવાનું કહ્યું છે.”

બોલિવૂડ / નીતુ કપૂરે નવી પુત્રવધૂને આપ્યો મીઠો આવકારો, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીર

નગમાની જેમ, અભિનેતા પરેશ રાવલ પણ રસી લીધા પછી કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. 21 માર્ચે તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘દુર્ભાગ્યે મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં મારી સાથે સંપર્કમાં આવનારા દરેકને પોતાનો ટેસ્ટ કરાવવા વિનંતી છે. ઉલ્લેખનીય છે કે, 1990 માં સલમાન ખાન સાથે ફિલ્મ બાગી ફિલ્મથી નગમાએ હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ‘સુહાગ’, ‘કિંગ અંકલ,’ લાલ બાદશાહ ‘સહિતની અન્ય ફિલ્મોમાં કામ કર્યું હતુ. હિન્દી સિવાય નગમા તમિલ, તેલુગુ અને ભોજપુરી ફિલ્મોમાં પણ સક્રિય રહી છે. તે છેલ્લે 2008 માં ભોજપુરી ફિલ્મ ‘ઠેલા નંબર 501’ માં જોવા મળી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ