Not Set/ ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ હોવા છતાં બાળ મરણના મોટા આંકડાઓ કેમ સામે આવી રહ્યા છે..?

રાજસ્થાનનાં કોટામાં એક મહિનામાં જ ૧૦૦ થી વધુ બાળકોનાં મોત બાદ ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ હોવા છતાં બાળ મરણના મોટા આંકડાઓ સામે આવ્યો છે. ત્યારે ગુજરાતની વિવિધ હોસ્પિટલમાં સુવિધા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના આંકડા પણ નવી ઉપજાવે તેવા છે. આટલા બાળકોના મોત અંગે જવાબદાર કોણ ..? ધાત્રી માતા માટે સરકાર ની જે […]

Gujarat Others
રાજકોટ 2 ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ હોવા છતાં બાળ મરણના મોટા આંકડાઓ કેમ સામે આવી રહ્યા છે..?

રાજસ્થાનનાં કોટામાં એક મહિનામાં જ ૧૦૦ થી વધુ બાળકોનાં મોત બાદ ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ હોવા છતાં બાળ મરણના મોટા આંકડાઓ સામે આવ્યો છે. ત્યારે ગુજરાતની વિવિધ હોસ્પિટલમાં સુવિધા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના આંકડા પણ નવી ઉપજાવે તેવા છે. આટલા બાળકોના મોત અંગે જવાબદાર કોણ ..? ધાત્રી માતા માટે સરકાર ની જે યોજના છે તેનું ભંડોળ જાય છે ક્યાં..? સરકાર આટલા રૂપિયા ખર્ચ કરતી હોવા છતાય નવજાતના મોતનો આંકડો કેમ વધી રહ્યો છે.? આવો જોઈએ ગુજરતની વિવિધ હોસ્પિટલોમાં નવજાત મૃત્યુઆંક કેવો છે..

નવસારી

નવસારીમાં હોસ્પિટલની વાત કરીએ તો અહીં સિવિલ હોસ્પિટલમાં બાળકો માટેના વિભાગમાં તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે અહીં વેન્ટીલેટરનો અભાવ હોવાથી બાળકોને સુરત અથવા અમદાવાદ સુધી રીફર કરવા પડે છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૯ કુલ ૨૪ બાળકોનાં મોત નોંધાયા હતા,જ્યારે હોસ્પિટલની સુવિધાઓ પ્રત્યે દર્દીઓના વાલીઓને પણ કોઈ સમસ્યા જણાઈ ન હતી.

સુરત

 સુરત સિવિલમાં વર્ષ દરમિયાન 699 શિશુના મોત થયા છે.  એટલે કહી શકાય કે દર મહિને સરેરાશ 59 બાળકો મોતને ભેટી રહ્યા છે.  સુરત સિવિલ હોસ્પિટલમાં વલસાડ, ભરૂચ અને મહારાષ્ટ્રથી દર્દીઓ આવે છે. અને દર મહિને 400 જેટલા બાળકોને દાખલ કરવામાં આવે છે. 30 થી 35 બેડના NICUમાં બાળકોને દાખલ કરવામાં આવે છે. દર મહિને 400 જેટલા બાળકો દાખલ થાય છે. મહત્વનું છે કે છેલ્લા ચાર વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં 2965 બાળકોના મોત નિપજ્યા છે.

ભાવનગર

રાજ્યમાં બાળકોના મોતનો આંકડો બહાર આવતા ખળભળાટ મચ્યો છે. ત્યારે ભાવનગરમાં બાળકોના મોત મામલે તંત્ર કાઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે. બાળકોની સ્થિતિ અંગે જાણકારી આપવા તંત્ર ઇન્કાર કરી રહ્યું છે. સિવિલ સર્જન, RMOનો આંકડાકિય વિગત આપવાનો ઇન્કાર કર્યો છે. જ્યારે એડમિનિસ્ટ્રેશન અધિકારીઓ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે.

દાહોદ

દાહોદ જિલ્લાના મુખ્ય મથક ઉપર આવેલા જિલ્લા સિવિલ હોસ્પિટલની મંતવ્ય ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી. અહીં પીડિયાટ્રિક વિભાગમાં 20 થી 25 બાળકો વિવિધ ટ્રીટમેન્ટ માટે એડમિટ હતા. જેમાં વહેલી થયેલી ડિલિવરી ના કારણે  અને ઓછું વજન ધરાવતા બાળકો સારવાર લઇ રહ્યા હતાં. જ્યારે જનરલ ડીપાર્ટમેન્ટમાં પેટની તકલીફ અશક્તિ અને વાયરલ તેમજ ઠંડીના લીધે ખાંસી શરદીની બિમરીવાળા દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતાં. અહીં દર્દીઓના વાલી સાથે મંતવ્ય ન્યૂઝની ટીમે વાતચીત કરતા સારવાર સારી મળતી હોવાનું અને જમવાનું સારૂ મળતું હોવાનું જણાવ્યું હતું.

વલસાડ

બાળ મૃત્યુની બાબતમાં વલસાડ જિલ્લો પણ પાછળ નથી. વલસાડમાં એક વર્ષમાં 196 બાળકોના મોત થયાનું સામે આવ્યું છે. હા, આ આંકડો અન્ય શહેરો કરતાં નાનો છે. પણ ચિંતા ઉપજાવનારો જરૂર છે. આરોગ્ય વિભાગ કરે છે શું, તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે.?

પોરબંદર

સમગ્ર રાજ્યમાં બાળકોના મોતના ચોકાવનારા આકડાઓ બહાર  આવ્યા છે. ત્યારે પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં છેલ્લા નવ માસમાં એક પણ બાળકોના  મોત નથી થયા. આ સિવાય લેડી હોસ્પિટલમાં કોઇ બાળનિષ્ણાત ન હોવાથી  બાળકોનું ICU વિભાગ હાલ શોભાના ગાંઠીયા સમાન બની  ગયું છે. તો બીજી તરફ બાળકોના આઈ.સી.યુ. વિભાગમાં  છ જેટલા સ્ટાફ નર્સ, એક સીનીયર સ્ટાફ નર્સ સહિત એક મેડીકલ ઓફિસરની પણ નિમણુંક કરવામાં આવી છે. પરંતુ હોસ્પીટલમાં છેલ્લા એક વર્ષથી બાળ નિષ્ણાંત ડોકટર ન હોવાથી અંહી સારવાર માટે આવતા નવજાત બાળકોને ગંભીર બીમારીઓમાં અન્ય શહેરમાં કે ખાનગી હોસ્પીટલમાં રીફર કરવા પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.