સુરત,
સુરતના રિયલ એસ્ટેટ માટે સારા સમાચાર છે. જીએસટી કાઉન્સિલની મિટીંગમાં રીઅલ એસ્ટેટ સેક્ટર પર લાગતાં જીએસટી દરમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. અંડર કન્સ્ટ્રક્શન હેઠળ કાર્યરત પ્રોજેક્ટ પર હવે 5 ટકા જ્યારે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ પર 1 ટકા જીએસટી લાગશે. રવિવારે જીએસટી કાઉન્સિલની 33મી મિટીંગ મળી હતી.
લાંબા સમયથી રીઅલ એસ્ટેટ પર જીએસટીના દરમાં ફેરફાર કરવા અંગે ચર્ચા ચાલી રહી હતી અને રવિવારે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પર 12 ટકાની જગ્યાએ 5 ટકા જીએસટી ચૂકવવાની તથા એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ પર 1 ટકા જીએસટી ચૂકવવા અંગે સૂચન કરાયું છે.
ક્રેડાઇ પ્રમુખ જસમત વિડીયાના જ્ણાવ્યા મુજબ શહેરમાં 350થી વધુ પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન હેઠળ છે. આ અંડર કન્સ્ટ્રક્ટેડ પ્રોજેક્ટમાં એફોર્ડેબલ હાઉસિંગ સહિત કોમર્શીયલ અને રેસીડેન્સિયલ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં રિયલ એસ્ટેટ 12 ટકા જીએસટી હતું. તે હવે 5 ટકા જીએસટી થઇ જવાથી મકાનોનુ વેચાણ વધે તેવા શક્યતા સેવાઇ રહી છે.