ગુજરાત/ લખતરનાં કેસરીયા ગામની ઉમઇ નદીનો પુલ તુટેલી હાલતમાં હોવાથી હાલાકી

લખતર તાલુકાનાં કેસરીયા ગામનો કોઝવે તૂટેલી હાલતમાં હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. મંજુર થયેલ કોઝવેની કામગીરી શરુ ન થતાં ત્રાહિમામ પોરી ઉઠેલા લોકોએ તાત્કાલિક ધોરણે નવો કોઝવે બનાવવાની ઉગ્ર માંગ કરી છે.

Gujarat Others
1 49 લખતરનાં કેસરીયા ગામની ઉમઇ નદીનો પુલ તુટેલી હાલતમાં હોવાથી હાલાકી

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લખતર તાલુકાનાં કેસરીયા ગામનો કોઝવે તૂટેલી હાલતમાં હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. મંજુર થયેલ કોઝવેની કામગીરી શરુ ન થતાં ત્રાહિમામ પોરી ઉઠેલા લોકોએ તાત્કાલિક ધોરણે નવો કોઝવે બનાવવાની ઉગ્ર માંગ કરી છે.

1 50 લખતરનાં કેસરીયા ગામની ઉમઇ નદીનો પુલ તુટેલી હાલતમાં હોવાથી હાલાકી

ક્રાઈમ: પાણશીણા પોલીસે પેરોલ જપ્ત કરનાર અને વોન્ટેડ શખ્સને ઝડપી લીધો

ઝાલાવાડ પંથમાં આ વર્ષે વધુ વરસાદ કારણે અને ગામોનાં પુલ, રસ્તાઓ ધોવાણ થતી જતા ગ્રામ્ય વિસ્તારનાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લખતર તાલુકાનાં કેસરીયા ગામ તરફનાં રસ્તે ઉમઇ નદી પસાર થઇ રહી છે. ત્યારે ઉમઇ નદીનો પુલ વધુ વરસાદ થવાથી કોઝવેનું ધોવાણ થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. જેમાં કેસરીયા ગામનો પુલ સંપૂર્ણ રીતે નષ્ટ થઇ જતા લખતરથી કેસરીયા, સવલણા સહિતનાં અનેક ગામો સંપર્ક વિહોણા થઇ જતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ કોઝવેને લઇને અને ગામોનાં લોકોને ખરીદી કરવા, બિમાર દર્દીઓ સહિત ડીલેવરીનાં કેસો તેમજ વિદ્યાર્થીઓને અવર-જવર ઘણી તફલીકો વેઠવી પડી રહી છે અને ભૂતકાળની સુરેન્દ્રનગર-સવલાણા રુટની બસ પણ ચાલુ હતી. પરંતુ કોઝવે કારણે આજે બસ વ્યવહાર પણ ઠપ્પ જતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ પુલની એક સાઇડ ધસી જવાના ભયનાં કારણે અકસ્માતનો પણ ભય વાહનચાલકોને સતાવી રહ્યો છે. આથી તાત્કાલિક ધોરણે મંજુર થઇ ગયેલો પુલ નવો આવે અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

1 51 લખતરનાં કેસરીયા ગામની ઉમઇ નદીનો પુલ તુટેલી હાલતમાં હોવાથી હાલાકી

મોટા સમાચાર: મહામંથનના સ્ટારે ગુજરાતને નાખ્યું મંથનમાં, ગુજરાતના રાજકારણમાં લાવશે ભૂકંપ ?

લખતર ગામથી કેસરીયા ગામનો પુલ ચોમાસાને ઘણા મહિનાઓ થઇ ગયા હોવા છતાં પુલ કે રસ્તાઓની તંત્ર દ્વારા મરમ્મત ન કરવામાં આવતા વાહનચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે અને નવો પુલ પણ મજુંર થઇ ગયો હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની કામગીરી શરુ કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

kalmukho str લખતરનાં કેસરીયા ગામની ઉમઇ નદીનો પુલ તુટેલી હાલતમાં હોવાથી હાલાકી