ઉજ્જૈન/ હવેથી ભસ્મ આરતીમાં સામેલ થઇ શકશે શ્રદ્ધાળુઓ, આ રીતે કરાવો તમે પણ રજીસ્ટ્રેશન

બુકિંગ 7 સપ્ટેમ્બથી સવારે 10 વાગ્યાથી શરૂ થશે. મહાકાલ એપ કે મહાકાલ મંદિરની ઓફિશિયલ વેબસાઈટ પરથી જે પહેલાં તેનું પ્રથમ બુકિંગ તે તર્જ પર મંજૂરી આપવામાં આવશે.

Dharma & Bhakti
Untitled 32 હવેથી ભસ્મ આરતીમાં સામેલ થઇ શકશે શ્રદ્ધાળુઓ, આ રીતે કરાવો તમે પણ રજીસ્ટ્રેશન

મધ્યપ્રદેશના ઉજ્જૈનથી એક મોટા સમાચાર આવ્યા છે. દોઢ વર્ષ પછી મહાકાલના ભક્તોની ઈચ્છા પૂર્ણ થઈ છે. ભક્તો 11 સપ્ટેમ્બરથી ભસ્મ આરતીમાં પ્રવેશ કરી શકશે. શુક્રવારે યોજાયેલી મહાકાલ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભસ્મ આરતીનું બુકિંગ 7 સપ્ટેમ્બરથી એક મહિના માટે ખુલશે. ભક્તો માટે એપ કે વેબસાઈટની લિંકની સાથે સાથે ઓફલાઈન વિન્ડો પણ સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. ઓનલાઈન બુકિંગ માટે 200 રૂપિયા ચુકવવા પડશે.

મહાકાલ મંદિર સમિતિએ નક્કી કર્યું છે કે, હવે ભક્તોને 50 ટકા ક્ષમતા સાથે ભસ્મ આરતીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ નંદી હોલ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સાથે, ટૂંક સમયમાં તમામ વીઆઇપીઓએ મંદિરમાં પ્રવેશ માટે 100 રૂપિયા દાનની રકમ જમા કરાવવી પડશે. કોરોનાને કારણે, ભસ્મા આરતીમાં ભક્તોનો પ્રવેશ એક વર્ષ, પાંચ મહિના અને 15 દિવસ માટે બંધ હતો. જે હવે આગામી સપ્તાહથી ખુલશે

આ પણ વાંચો :ભારતને વધુ એક મેડલ, મનોજ સરકારએ મેન્સ બેડમિન્ટનમાં જીત્યો બ્રોન્ઝ

આ અંગે કલેક્ટર આશીષ સિંહે જણાવ્યું હતુ કે, ભસ્મારતીની શરૂઆત 11 સપ્ટેમ્બરથી થશે. દેશભરમાં કોઈ પણ સ્થળેથી ઓનલાઈન કે મોબાઈલ એપ પરથી ભસ્મારતીમાં સામેલ થવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો.

બુકિંગ 7 સપ્ટેમ્બથી સવારે 10 વાગ્યાથી શરૂ થશે. મહાકાલ એપ કે મહાકાલ મંદિરની ઓફિશિયલ વેબસાઈટ પરથી જે પહેલાં તેનું પ્રથમ બુકિંગ તે તર્જ પર મંજૂરી આપવામાં આવશે. 850 શ્રદ્ધાળુઓ ઓનલાઈન બુકિંગ કરાવી શકશે, જ્યારે 150 શ્રદ્ધાળુ ઓફલાઈન બુકિંગ કરાવી શકશે. ઓનલાઈન બુકિંગ કરાવવા માટે શિવભક્તોએ 200 રૂપિયા ચુકવવા પડશે. ઓનલાઈન વિન્ડોના માધ્યમથી ભસ્મ આરતીમાં સામેલ થનારાઓ પાસેથી કોઈપણ જાતનો બુકિંગ ચાર્જ નહીં લેવાય.

આ પણ વાંચો : સાવરકુંડલાથી ગારિયાધાર જતી બસ રેલવે ફાટકમાં અથડાતા 1 બાળકનું મોત, 6 લોકો ઘાયલ