Not Set/ ભક્તો આનંદો, થઇ જાવ તૈયાર – પવિત્ર અમરનાથ યાત્રાની તારીખની જાહેરાત

શિવભક્તો માટે આનંદ અને તૈયારીનાં સમાચારો આવી રહ્યા છે. જી હા પવિત્ર અમરનાથ યાત્રાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. જે મુજબ યાત્રાની શરુઆત 23 જૂનથી થશે અને ત્રણ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ પવિત્ર યાત્રા 42 દિવસ સુધી ચાલશે. ગત અમરનાથ યાત્રા 46 દિવસ સુધી ચાલી હતી. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની તૈયારીનાં […]

Top Stories

શિવભક્તો માટે આનંદ અને તૈયારીનાં સમાચારો આવી રહ્યા છે. જી હા પવિત્ર અમરનાથ યાત્રાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. જે મુજબ યાત્રાની શરુઆત 23 જૂનથી થશે અને ત્રણ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ પવિત્ર યાત્રા 42 દિવસ સુધી ચાલશે.

ગત અમરનાથ યાત્રા 46 દિવસ સુધી ચાલી હતી. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની તૈયારીનાં ભાગ રુપે કેન્દ્ર સરકાર દ્વારા અગમ્ય કારણ કહી યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજ્જો હટાવી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા પછી આ પહેલી અમરનાથ યાત્રા છે. આ પહેલા કાશ્મીર મુદ્દે સમસ્યા વધતા કેટલાક સમય માટે યાત્રા પર અસર પડી હતી. શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઇને જાગૃતી કાર્યક્રમ પણ લોન્ચ કરવામાં આવશે.

આગામી અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન પહેલી એપ્રિલથી શરુ કરવામાં આવશે. બોર્ડે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો ક્વોટા વધારવાનો નિર્ણય પણ લીધો છે. આ પાયલટ પ્રોજેક્ટની શરુઆત 2019માં કરવામાં આવી હતી અને તેની સફળતાને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.