Not Set/ ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ડુંગરના દરવાજા બંધ કરવાની ફરજ પડી

સરકારની સૂચના બાદ પણ દર્શનાર્થીઓ નિયમોનું પાલન કરવાનું ભૂલ્યા
પગથિયાં ટૂંકા પડતા લોકો આડેધડ રીતે ડુંગર ચડતા જોવા મળ્યા

Gujarat
temple 1 ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ડુંગરના દરવાજા બંધ કરવાની ફરજ પડી

આજે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ચોટીલાના ઐતિહાસિક ચામુંડા માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતુ. ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હોવાથી ડુંગરનો ગેટ બંધ કરવાની ફરજ પડી હતી. ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવાં માટે હેકડેઠઠ માનવમેદની ઊમટી પડતા શ્રધ્ધાળુઓ માટે ડુંગર ચડવા માટે પગથિયા પણ ટૂંકા પડ્યા હોવાથી લોકો આડેધડ ડુંગર ચડવા માંડ્યા હતા.

પવિત્ર શ્રાવણ માસના સાતમ અને આઠમના તહેવારોને લઇને લોકો પરિવારજનો સાથે રજા માણવા નીકળી પડ્યા હતા. ચામુંડા માતાજીના ડુંગરે માતાજીના દર્શન કરવાં માટે માનવ મહેરામણ ઉમટ્યો હતો. પવિત્ર શ્રાવણ માસના તહેવારના દિવસે ગુજરાત ભરમાંથી લોકો ઉમટી પડ્યા હોવાથી હાઇવે રોડ પર પણ ટ્રાફિકજામના દ્રશ્યો જોવાં મળ્યા હતા.

ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હોવાથી ડુંગરનો ગેટ બંધ કરાયો હતો. દર્શનાર્થીઓની સાથે શ્રધ્ધાળુઓ માસ્ક વગર સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ કરવાની સાથે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા નજરે પડ્યાં હતા.ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે અને સરકારે ગાઇડલાઇન સાથે છૂટછાટ આપી છે પરતું