Viral Video/ ધનશ્રીએ ધોનીની સ્ટાઇલમાં માર્યો હેલિકોપ્ટર શોટ, Video

ધનશ્રી જાહેરાતમાં બેટ વડે વિવિધ શોટ મારતી જોવા મળી રહી છે. ધનશ્રીએ પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ધનશ્રી વ્યવસાયે ડાન્સ કોરિયોગ્રાફર છે.

Sports
ધનશ્રી

ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) તાજેતરમાં એક જાહેરાતમાં દેખાયા છે. જાહેરાતમાં ભારતીય ટીમનાં સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા ધોની સાથે જોવા મળી રહી છે. તે જાહેરાતમાં બેટ વડે વિવિધ શોટ મારતી જોવા મળી રહી છે. ધનશ્રીએ પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ધનશ્રી વ્યવસાયે ડાન્સ કોરિયોગ્રાફર છે.

આ પણ વાંચો – Cricket / ટીમ ઈન્ડિયા સંકટમાં, દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં આ ખેલાડીઓનું થઇ શકે છે પત્તુ કટ

ભારતીય ક્રિકેટ ટીમનાં સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધનશ્રી એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ધનશ્રી બેટ સાથે ક્રિકેટનો શાનદાર શોટ લગાવતી જોવા મળે છે. ધનશ્રીની આ સ્ટાઈલ સોશિયલ મીડિયા યુઝર્સમાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જણાવી દઇએ કે, ધનશ્રી એક કોરિયોગ્રાફર છે. એટલા માટે તે અવાર-નવાર તેના ડાન્સનાં વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ પણ ઘણી સારી છે. ધનશ્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલા લેટેસ્ટ વીડિયોમાં તે હાથમાં બેટ પકડીને ક્રિકેટ શોટ રમતી જોવા મળી રહી છે. વધુમાં, વીડિયોમાં ધનશ્રી ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSKનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)નો સુપરહિટ ‘હેલિકોપ્ટર શોટ’ રમી રહી છે. આ સાથે ધનશ્રીએ સ્ક્વેર કટ, સ્ટ્રેટ ડ્રાઇવ, સ્વીપ શોટ, હૂક શોટ પણ ખૂબ રમીને બતાવ્યું.

https://www.instagram.com/reel/CXQLzTRour8/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – ICC Test Ranking / T20 વર્લ્ડકપમાં બહાર રહેલા અશ્વિને બોલરો અને ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં મેળવ્યું બીજુ સ્થાન

ધનશ્રી વર્માએ આ વીડિયોનાં કેપ્શનમાં લખ્યું છે કે, “ગેમ સ્ટેમિના વિશે છે, છોકરીઓ કે છોકરાઓ વિશે નહીં. આ વીડિયોમાં ધનશ્રી લિંગ સમાનતા વિશે સંદેશ આપી રહી છે. આપને જણાવી દઈએ કે, ચહલની પત્ની ધોનીનાં હેલિકોપ્ટર શોટની નકલ કરી રહી છે, તો બીજી તરફ RCBએ ચહલને IPL 2022 માટે પોતાની ટીમમાંથી બહાર કરી દીધો છે. હવે જોવાનું એ રહે છે કે IPL ઓક્શનમાં ચહલ પર કઈ ટીમ સટ્ટો લગાવે છે.