અથડામણ/ સુરેન્દ્રનગરના ખારાઘોડામાં બે જુથ વચ્ચે ધિંગાણું, ૮ થી ૧૦ ઘાયલ

પાટડી પોલિસ મથકે બંને જુથોએ સામસામી પોલિસ ફરીયાદ નોંધાવતા પોલિસે કાર્યવાહી હાથ ધરાઇ

Gujarat
IMG 20210729 WA0068 સુરેન્દ્રનગરના ખારાઘોડામાં બે જુથ વચ્ચે ધિંગાણું, ૮ થી ૧૦ ઘાયલ

@સચીન પીઠવા, સુરેન્દ્રનગર, મંતવ્ય ન્યુઝ.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ના ખારાઘોડામાં એક જ કોમના બે જુથ વચ્ચે સશસ્ત્ર જુથ અથડામણ : 8થી 10 લોકોને ગંભીર ઇજાઓ

પાટડી પોલિસ મથકે બંને જુથોએ સામસામી પોલિસ ફરીયાદ નોંધાવતા પોલિસે કાર્યવાહી હાથ ધરાઇ

ખારાઘોડામાં રસ્તામાં થુંકવા બાબતે મહિલા અને યુવાન વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીના ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા એક જ કોમના બે જુથ એકબીજા પર તલવાર, ધારીયા, પાઇપ અને લાકડી વડે તૂટી પડ્યા હતા. આ ઝઘડામાં આઠથી દશ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. પાટડી પોલિસ મથકે બંને જુથોએ સામસામી પોલિસ ફરીયાદ નોંધાવતા પોલિસે કાર્યવાહી હાથ ધરાઇ છે.

IMG 20210729 WA0067 સુરેન્દ્રનગરના ખારાઘોડામાં બે જુથ વચ્ચે ધિંગાણું, ૮ થી ૧૦ ઘાયલ

ખારાઘોડાના ઇસબભાઇ ઉંમરભાઇ સીપાઇએ ખારાઘોડાના ફરીદભાઇ એમદભાઇ, યાસીનભાઇ એમદભાઇ, ઇકબાલભાઇ એમદભાઇ અને એમદભાઇ ઇસ્માઇલભાઇ વિરૂદ્ધ પાટડી પોલિસ મથકે નોંધાવેલી પોલિસ ફરીયાદ મુજબ ખારાઘોડાના ઇસબભાઇ ઉંમરભાઇ સીપાઇના દિકરા હકીમભાઇ પત્નિ ઝરીનાબેન ગામમાંથી દૂધ લઇને પરત આવી રહી હતી ત્યારે એમદભાઇ ઇસ્માઇલભાઇનો દિકરો ઇમરાન ઝરીનાબેન સામે થુંકીને ગાળો બોલતા થયેલા સામાન્ય ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરી ચારેય આરોપીઓ લોખંડની ટામી, ધારીયા અને લાકડી વડે તૂટી પડતા ચારથી પાંચ લોકોને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઇસબભાઇ ઉંમરભાઇ સીપાઇએ ખારાઘોડાના ચાર શખ્સો વિરૂદ્ધ પાટડી પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા પોલિસે નાસી છુટેલા આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

જ્યારે સામા પક્ષે ખારાઘોડાના ફરીદ એમદ બલોચે ખારાઘોડાના ઇસબભાઇ વાગડ, સદામ ઇસબભાઇ, હકીમભાઇ, મહંમદભાઇ ઇસબભાઇ, મુસ્તુફા કાજીભાઇ, રમઝાન કાસમભાઇ અને સબાહુસેન વિરૂદ્ધ પાટડી પોલિસ મથકે નોંધાવેલી પોલિસ ફરીયાદ મુજબ હકીમભાઇની પત્નિ ઝરીનાબેન સાથે થુંકવા સાથે બોલાચાલી થયા બાદ આ ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ એક સંપ કરીને તલવાર, ધારીયા, લોખંડની પાઇપ અને લાકડી વડે તૂટી પડતા સામા પક્ષે પણ પાંચથી છ લોકોને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તમામ ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. આ બનાવ અંગે પણ ખારાઘોડાના ફરીદ એમદ બલોચે ખારાઘોડાના સાત શખ્સો વિરૂદ્ધ પાટડી પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા પાટડી પોલિસે સામસામે પોલિસ ફરીયાદ નોંધી બંને પક્ષે નાસી છુટેલા આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલિસ મથકના પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.