Not Set/ IND vs AUS: હૈદરાબાદ વનડે મેચ પહેલા મહેંન્દ્ર ધોની થયાં ઈજાગ્રસ્ત

હૈદરાબાદ, શનિવારે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને થઈ ઈજા. બીજી માર્ચે ઑસ્ટ્રેલિયા સામે રમાનાર મેચની નેટ પ્રેક્ટિસ સેશન દરમિયાન પહોંચી ઈજા.પ્રેક્ટિસ દરમિયાન જમણા હાથના આગળના ભાગમાં ઈજા થઈ. ધોની લાંબા સમયથી નેટમાં બેટીંગ કરી રહ્યા હતાં તે દરમિયાન જમણા હાથમાં બોલ વાગતા દુખાવો થતાં ડૉક્ટરે તેને બેટીંગ ન કરવાની સલાહ આપી. ઈજા પછી […]

Uncategorized
mantavya 13 IND vs AUS: હૈદરાબાદ વનડે મેચ પહેલા મહેંન્દ્ર ધોની થયાં ઈજાગ્રસ્ત

હૈદરાબાદ,

શનિવારે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને થઈ ઈજા. બીજી માર્ચે ઑસ્ટ્રેલિયા સામે રમાનાર મેચની નેટ પ્રેક્ટિસ સેશન દરમિયાન પહોંચી ઈજા.પ્રેક્ટિસ દરમિયાન જમણા હાથના આગળના ભાગમાં ઈજા થઈ.

ધોની લાંબા સમયથી નેટમાં બેટીંગ કરી રહ્યા હતાં તે દરમિયાન જમણા હાથમાં બોલ વાગતા દુખાવો થતાં ડૉક્ટરે તેને બેટીંગ ન કરવાની સલાહ આપી. ઈજા પછી ધોની પ્રથમ વનડે રમશે કે નહી તેની હાલ પુષ્ટી થઈ નથી.

જો ધોની ઉપલબ્ધ ન હોઈ શકે તો વિકલ્પ તરીકે રિષભ પંતને વિકેટ કીપર તરીકે રાખવામાં આવે તેવી શક્યતાઓ છે. ટીમ મેનેજમેન્ટ તમામ વિકલ્પો ચકાસ્યા પછી લોકેશ રાહુલ અને અંબાતી રાયડુ બંનેને છેલ્લા 11માં રમાડી શકે છે.