Not Set/ ધોનીની બેગ એરપોર્ટમાં ગુમ, ઓથોરિટી બોલી અજાણતા થઇ ભૂલ

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જ્યારે કોલકાતાનાં નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તે સમયે મુશ્કેલીમાં મુકાયા જ્યારે તેમનો સામાન અન્ય શખ્સ ઉઠાવીને લઈ ગયો હતો. જો કે આ અજાણતા બન્યું હતુ. ધોની સોમવારે ખાનગી ઇવેન્ટ માટે કોલકાતા પહોંચ્યો હતો. ધોનીને એ પણ ખબર નહોતી કે તેનો સામાન બીજા મુસાફર સાથે બદલાઈ ગયો […]

Uncategorized
dhoni new ધોનીની બેગ એરપોર્ટમાં ગુમ, ઓથોરિટી બોલી અજાણતા થઇ ભૂલ

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જ્યારે કોલકાતાનાં નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તે સમયે મુશ્કેલીમાં મુકાયા જ્યારે તેમનો સામાન અન્ય શખ્સ ઉઠાવીને લઈ ગયો હતો. જો કે આ અજાણતા બન્યું હતુ. ધોની સોમવારે ખાનગી ઇવેન્ટ માટે કોલકાતા પહોંચ્યો હતો. ધોનીને એ પણ ખબર નહોતી કે તેનો સામાન બીજા મુસાફર સાથે બદલાઈ ગયો છે, પરંતુ જ્યારે તેણે સામાન જોયો ત્યારે તે તેનો સામાન નહોતો. ઝડપથી, ધોનીએ આ વિશે એરલાઇન્સ કંપનીને માહિતી આપી.

ધોનીની ફરિયાદ પર એરલાઇને તુરંત કાર્યવાહી કરી અને ધોનીનો સામાન ઉપાડનાર મુસાફરનો સંપર્ક કર્યો. કલાકો બાદ એરલાઇને ધોનીને તેનો સામાન આપ્યો. વળી મીડિયા કર્મીઓએ જ્યારે તેના વિશે વાત કરવા ઇચ્છા રાખી ત્યારે એરલાઇને પોતાની ભૂલ  માની. તેમના પ્રમાણે આ બધુ અજાણતા થયુ હતુ. આપને જણાવી દઇએ કે ધોનીએ સ્ટુડિયોનેક્સ્ટ સાથે કરાર કર્યો છે, જે અંતર્ગત તે તેની સીરીઝમાં વક્તાની ભૂમિકા નિભાવશે અને આ શ્રેણી દરમિયાન સૈન્યનાં પુરસ્કાર પ્રાપ્ત અધિકારીઓની વાર્તાઓ કહેશે.

સત્તાવાર સુત્રોએ કહ્યું, ‘હા, એમએસ ધોની આ શ્રેણીનો એક ભાગ છે અને તે પોતાના શો માં પરમવીર ચક્ર અને અશોક ચક્ર એવોર્ડથી સન્માનિત દેશનાં બહાદુર સૈનિકોની બહાદુરી વર્ણવશે. આ શો માં સૈન્ય અધિકારીઓની રોમાંચક વાર્તાઓની સાથે એક્સક્લુઝિવ લોકેશન અને વિશેષ શસ્ત્ર સામગ્રી પણ જોવા મળશે.

કોચ રવિ શાસ્ત્રીએ પણ તેના ટીમમાં વાપસી વિશે પોતાની વાત રજૂ કરી છે. જોકે શાસ્ત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પહેલા ધોનીની વાપસી થવાની નથી. ઈન્ડિયા ટુડેથી ધોનીની વાપસી અંગે વાત કરતા કોચ શાસ્ત્રીએ કહ્યું કે, “આવતા વર્ષે આઈપીએલ યોજાનારી મેચ પછી જ ધોની ટીમમાં સામેલ થઈ શકે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.