T20 World Cup/ ટીમ ઈન્ડિયાની સતત બે હાર બાદ હવે ધોનીની ભૂમિકા પર પણ ઉઠ્યા સવાલ

ભારત દેશમાં પણ આવું જ થાય છે. જ્યારે બધું સારું થાય છે, ત્યારે દરેક તમારી બાજુમાં હોય છે અને જેવી ટીમ હારવાનું શરૂ કરે છે, દરેક વ્યક્તિ તમારી વિરુદ્ધ હોય છે. 

Top Stories Sports
ધોની અને ડ્રેસિંગ રૂમ

મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ છે જેના પર સમગ્ર ભારત આંધળો વિશ્વાસ કરે છે. ધોની જ્યારે દેશ માટે રમતો હતો અને હવે જ્યારે તે મેન્ટર બની ગયો છે ત્યારે પણ તેના પર તમામ લોકોનો વિશ્વાસ છે. જ્યારે BCCIએ ધોનીને ટીમ ઈન્ડિયા સાથે જોડ્યો તો દરેક જગ્યાએ તેની પ્રશંસા થઈ. દરેક ખુશ હતા. ધોનીના ટીકાકારો પણ BCCIનાં આ નિર્ણયની સાથે હતા. પરંતુ જેવી ટીમ ઈન્ડિયા પોતાની બે મેચ હારીને વર્લ્ડકપમાંથી બહાર થવાની તૈયારીમાં છે ત્યારે લોકોએ ધોનીની ભૂમિકા પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો – T20 World Cup / અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં ટીમ ઈન્ડિયા જીતનું ખાતુ ખોલવા ઉતરશે મેદાને

જી હા, ભારત દેશમાં પણ આવું જ થાય છે. જ્યારે બધું સારું થાય છે, ત્યારે દરેક તમારી બાજુમાં હોય છે અને જેવી ટીમ હારવાનું શરૂ કરે છે, દરેક વ્યક્તિ તમારી વિરુદ્ધ હોય છે. ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીએ ટીમ ઈન્ડિયામાં ધોનીની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ધોની ડ્રેસિંગ રૂમમાં શું કરી રહ્યો છે? ટીમ ઈન્ડિયા ઉલટી રમત બતાવી રહી છે. વિરાટ કોહલી ભલે ટીમને ટ્રોફી ન અપાવી શક્યો હોય, પરંતુ ટીમને સેમીફાઈનલમાં લઈ ગયો હોત. જ્યાં ધોનીએ 2021ની IPLમાં CSKને ચેમ્પિયન બનાવ્યું હતું, ત્યારે લોકોએ તેમની પાસે એક જ આશા બાંધી હતી કે ધોની આવ્યો છે, હવે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનશે. પરંતુ તે ભૂલી ગયો હતો કે ધોની ટીમ સાથે ખેલાડી તરીકે નહીં પણ મેન્ટર તરીકે જોડાયેલો હતો.

વિનોદ કામ્બલી

આ પણ વાંચો – T20 World Cup / નામિબિયા વિરુદ્ધ મેચમાં પાકિસ્તાની ઓપનિંગ જોડીએ તોડ્યો શિખર-રોહિતનો રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે, ભારતે તેના વર્લ્ડકપની શરૂઆત ખૂબ જ ખરાબ રીતે કરી છે. પહેલા પાકિસ્તાન અને પછી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હારનો સ્વાદ ચાખ્યો છે. અને હવે આજે ભારતને અફઘાનિસ્તાન સાથે મેચ રમવાની છે, જેમાં ભારતે આ મેચ મોટા માર્જિનથી જીતવી પડશે. અને આ સિવાય અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવશે તેવી પ્રાર્થના પણ કરવી પડશે. ક્રિકેટમાં હંમેશા જીત અને હાર હોય છે. ભારતનાં આ પ્રદર્શનથી અમે બધા દુઃખી છીએ. પરંતુ આનો અર્થ એ નથી કે કોઈની ભૂમિકા પર બહુ જલ્દી સવાલ ઉઠાવવો જોઈએ.