Not Set/ અહીં બાળકો રૂમ વિના લીમડાના ઝાડ નીચે ભણવા મજબૂર…!

બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ સુધારણા અને અનેક સુવિધા આપવાના દાવા કરવામાં આવ્યા છે પણ લાખણી તાલુકાના ધ્રોબા ગામે આજે પણ બાળકો રૂમ વિનાએ લીમડાના ઝાડ નીચે ભણવા મજબૂર બન્યા છે.

Top Stories Gujarat
વરસાદ 14 અહીં બાળકો રૂમ વિના લીમડાના ઝાડ નીચે ભણવા મજબૂર...!

વાંચે ગુજરાત, ભણે ગુજરાતની બુમરાણ વચ્ચે ગુજરાત સરકાર કરોડો રુપિયાનો ધુમાડો કરી રહી છે. પરંતુ મૂળ હકીકત કઈક અલગ છે. આજે વાયબ્રન્ટ ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓ પતરાવાળી શાળાઓ કે ખુલ્લામાં શિક્ષણ મેળવવા માટે મજબુર છે. તો કેટલીક શાળાઓમાં લાયકાત વિનાના શિક્ષકોના ભરોશે જ ચાલે છે. ત્યારે બનાસકાંઠામાં પણ આવું જ જોવા મળ્યું છે. શિક્ષણના વિકાસના અનેક દાવા વચ્ચે ધ્રોબા ગામના બાળકો લીમડાના ઝાડ નીચે ખુલ્લામાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે. અનેક રજુઆત છતાં રૂમ ન બનતા બાળકો હાલાકી વચ્ચે શિક્ષણ લેવા મજબુર બન્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ સુધારણા અને અનેક સુવિધા આપવાના દાવા કરવામાં આવ્યા છે પણ લાખણી તાલુકાના ધ્રોબા ગામે આજે પણ બાળકો રૂમ વિનાએ લીમડાના ઝાડ નીચે ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ધ્રોબા શાળામાં 8 ધોરણના 265 બાળકો અભ્યાસ કરે છે. શાળામાં માત્ર ચાર જ રૂમ છે. પાંચ વર્ગોના બાળકો બહાર બેસી રહ્યા છે. જે પાંચ વર્ષથી સતત ચાલ્યું આવે છે. શાળા તંત્ર અને સરપંચએ વાંરવાર જિલ્લા અને તાલુકા પચાયતને રજુઆત કરી છે. પણ કર્મની કઠીનાઈએ રૂમ ન બનતા બાળકો બહાર બેસી ભણવા મજબુર બન્યા છે.

વિકાસના અનેક દાવા ધ્રોબા ગામે પોકળ થયા સાબિત થયા છે. વાંરવાર રજુઆત છતાં બહેરુ તંત્ર ન સાંભળતું હોવાની વિગતો સામે આવી ત્યારે સવાલ એ ઉભા થઇ રહ્યા છે શું આ રીતે ખુલ્લામાં બાળકો શિક્ષણ લેશે  ?

અફઘાનિસ્તાન / મુલ્લા બરાદર સંભાળશે અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારનો તાજ

ઉત્તરપ્રદેશ / ડેન્ગ્યુ-વાયરલનો કહેર, 100થી વધુ દર્દીઓના મોત, ફિરોઝાબાદમાં જ 75 લોકો મૃત્યુ પામ્યા