અભિનેત્રી દિયા મિર્ઝાએ 15 ફેબ્રુઆરીએ તેના બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. દિયા અને વૈભવના લગ્ન જેટલા સરળ રીતે થયા, તેની સાથે જોડાયેલી વિધિઓ પણ એટલી જ ખાસ હતી. તાજેતરમાં જ દીયાએ એક પોસ્ટ શેર કરી છે કે તેણીના લગ્ન એક મહિલા પંડિત દ્વારા કરવામાં આવ્યા હતા. દિયાએ આ મહિલા પંડિત સાથે તેના લગ્નની તસવીર પણ શેર કરી છે.

દિયાએ પોતાની પોસ્ટમાં લેડી પંડિત વિશે લખ્યું,- ‘મેં ક્યારેય કોઈ સ્ત્રીને લગ્નની વિધિઓ કરતા જોયો ન હતો. જ્યાં સુધી હું મારા બાળપણની મિત્ર અનન્યાના લગ્નમાં થોડા વર્ષો પહેલા હાજરી આપી ન હતી ત્યાં સુધી.

દિયાએ કહ્યું કે તેની મિત્ર અનન્યા તેના લગ્ન પર મહિલા પંડિત Sheela Attaને લઈને આવી હતી. Sheela તેની કાકી છે અને પંડિત પણ છે. તેણે બધી ધાર્મિક વિધિઓ સાથે દિયાના લગ્ન કરાવ્યા અને દિયાએ અન્ય કપલ્સને આ વિકલ્પ પસંદ કરવા વિનંતી કરી.

દિયાએ એમ પણ કહ્યું હતું કે તેના લગ્નમાં કન્યાદાન અને વિદાયની કોઈ વિધિ નહોતી. તેમણે લખ્યું- ‘અમે કન્યાદાન અને વિદાય નહોતી કરી. કારણ કે પરિવર્તન શરૂ પસંદગીથી થાય છે, ખરું?

દિયાએ આ લાંબી પોસ્ટમાં લગ્ન સાથે જોડાયેલી અન્ય ઘણી વિશેષ બાબતો પણ શેર કરી છે. તેમણે લખ્યું- ‘જે બગીચામાં મેં 19 વર્ષ વિતાવ્યા, ત્યાં જ અમારા લગ્ન માટે અદ્દભુત અને જાદુઈ વ્યવસ્થા કરવામાં આવી હતી. મને ગર્વ છે કે અમારે લગ્ન પ્લાસ્ટિક વગર અને કોઈ કચરો વગર થયાં’.

દિયા મિર્ઝા લગ્ન બાદ પતિ વૈભવ સાથે ઘરની બહાર આવી હતી અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. ત્યાર બાદ દિયાએ ફોટોગ્રાફર્સને કાજુકતરી વહેંચી હતી.

દિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિક સ્પર્ધા જીતી હતી. ત્યાર બાદ બોલિવૂડ ફિલ્મ ‘રહના હૈ તેરે દિલ મેં’થી કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે, દિયા ફિલ્મ ‘થપ્પડ’માં તાપસી પન્નુ સાથે જોવા મળી હતી. હાલમાં તે તેલુગુ ફિલ્મ ‘વાઈલ્ડ ડૉગ’નું શૂટિંગ કરે છે.

