Bollywood/ દિયા મિર્ઝાએ શેર કરી પોતાના બાળકની તસ્વીર…

એક સ્કેચ તસવીર શેર કરી છે જેમાં તે અવ્યાન સાથે જોવા મળે છે. જો કે તેમાં અવ્યાનનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી પરંતુ તેના કેપ્શનમાં તેણે લખ્યું છે અમારી સ્ટોરી શરુ થઈ છે

Photo Gallery
Untitled 235 દિયા મિર્ઝાએ શેર કરી પોતાના બાળકની તસ્વીર...

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ આખરે તેના ચાહકોને તેના પુત્રનો ચહેરો બતાવ્યો છે. 5 મહિના પહેલા દિયાએ દીકરાને જન્મ આપ્યો હતો.  અભિનેત્રીએ તેનું નામ અવ્યાન રાખ્યું છે અને તેની પ્રથમ તસવીર શેર કરી અભિનેત્રીએ એક સુંદર સંદેશ પણ લખ્યો છે. અવ્યાન પ્રી મેચ્યોર હતો તેથી તેને કેટલાક સમય સુધી સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો.

https://www.instagram.com/p/CT6pwmUjVHL/?utm_source=ig_web_copy_link
દિયાએ આ વર્ષે 15 ફેબ્રુઆરીના રોજ ઉદ્યોગપતિ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા. લગ્નના લગભગ દોઢ મહિના પછી તેણીએ તેના ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે માહિતી આપી.
https://www.instagram.com/p/CS4OS1iDfH7/?utm_source=ig_web_copy_link
દિયાએ એક સ્કેચ તસવીર શેર કરી છે જેમાં તે અવ્યાન સાથે જોવા મળે છે. જો કે તેમાં અવ્યાનનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી પરંતુ તેના કેપ્શનમાં તેણે લખ્યું છે અમારી સ્ટોરી શરુ થઈ છે. આ તસવીર પર મનીષ મલ્હોત્રા, નેહા ધૂપિયા, અમૃતા અરોરા સહિત અનેક સેલેબ્સે કોમેન્ટ કરી છે. દિયાએ પુત્રના જન્મના 2 મહિના પછી ચાહકો સાથે આ વાત શેર કરી હતી.