બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને હોલીવુડ સુધી પોતાના અભિનયનો જાદુ ફેલાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજે દુનિયાની સૌથી લોકપ્રિય હસ્તીઓમાંથી એક છે. પ્રિયંકા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય સ્ટાર છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 65.7 મિલિયન લોકો ફોલો કરે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે અને દરરોજ તેના ફોટા અને વિડીયો ચાહકો સાથે શેર કરતી રહે છે. પ્રિયંકા સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને તેમના આગામી પ્રોજેક્ટ્સની માહિતી પણ આપતી રહે છે.
હાલ પ્રિયંકા ચોપડાએ જે આજકાલ સિટાડેલ માટે શૂટિંગ કરી રહી છે, તેણે પોતાનો એક એવો ફોટો શેર કર્યો છે કે જે જોઇને ચાહકો પણ ડરી ગયા હતા.
આ પણ વાંચો :ભાઈ તૈમૂરની કાર્બન કોપી છે નાનો ભાઈ જેહ, કરીના-સૈફના નાના દીકરાની તસવીરો થઈ વાયરલ
હકીકતમાં, આ ફોટામાં પ્રિયંકાના ચહેરા પર લોહી જોવા મળી રહ્યું છે. આ ફોટો અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે, જેની સાથે તેણે લખ્યું છે, ‘હા! તમારે બીજી વ્યક્તિની હાલત જોવી જોઈએ. ‘આની સાથે પ્રિયંકાએ હેશટેગ સેટ લાઈફ, હેશટેગ એક્ટર લાઈફનો પણ ઉપયોગ કર્યો છે.

જો કે, આ દરમિયાન તેણે તેના આઉટફિટને છુપાવીને રાખ્યું છે. તેણે પોતાને એક કપડામાં લપેટીને રાખી છે.
આ પણ વાંચો :એક્ટ્રેસ બાદ હવે પ્રોડ્યુસર બનશે તાપસી પન્નુ, આઉટસાઇડર્સ ફિલ્મ્સ’ પ્રોડક્શન હાઉસ કર્યું શરુ
બોલિવૂડમાં પ્રિયંકા ચોપરાના કામ વિશે વાત કરીએ તો આ દિવસોમાં તે ભારતીય સિનેમાથી દૂર છે. તે છેલ્લે ગયા વર્ષે વ્હાઇટ ટાઇગરમાં જોવા મળી હતી. ત્યારથી તે હોલીવુડના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.
આ પણ વાંચો :RRR ઓ મેકિંગ વિડીયો રિલીઝ, આ રીતે શૂટ કરવામાં આવ્યા એક્શન સીન્સ
આ પણ વાંચો :કરીના કપૂર ખાનની વધી મુશ્કેલીઓ, ધાર્મિક લાગણી દુભાવવા બદલ નોંધાઈ ફરિયાદ
