કેશોદ/ નગરપાલિકા સંચાલિત સ્મશાનગૃહમાં દશ દિવસથી ડિઝલ ભઠ્ઠી બંધ

ચેતન પરમાર-મંતવ્ય ન્યૂઝ કેશોદ નગરપાલિકા દ્વારા રૂપિયા ૧.૧૫ લાખનાં ખર્ચે હિન્દુ સ્મશાન માં તૈયાર કરવામાં આવેલ ડિઝલ ભઠ્ઠી ક્યાં મુર્હતમ થયેલ છે એકધારી ચાલતી જ નથી. કેશોદ નગરપાલિકા દ્વારા લાકડાં નો બચાવ અને મૃતકોના પરિવારજનો નાં સમયની બચત કરવાનાં હેતુથી માતબર રકમ ફાળવી નવું બાંધકામ કરી ડિઝલ ભઠ્ઠી લગાવવામાં આવી હતી જે શરૂ થયાને થોડાં […]

Gujarat Others
Untitled 301 નગરપાલિકા સંચાલિત સ્મશાનગૃહમાં દશ દિવસથી ડિઝલ ભઠ્ઠી બંધ

ચેતન પરમાર-મંતવ્ય ન્યૂઝ

કેશોદ નગરપાલિકા દ્વારા રૂપિયા ૧.૧૫ લાખનાં ખર્ચે હિન્દુ સ્મશાન માં તૈયાર કરવામાં આવેલ ડિઝલ ભઠ્ઠી ક્યાં મુર્હતમ થયેલ છે એકધારી ચાલતી જ નથી. કેશોદ નગરપાલિકા દ્વારા લાકડાં નો બચાવ અને મૃતકોના પરિવારજનો નાં સમયની બચત કરવાનાં હેતુથી માતબર રકમ ફાળવી નવું બાંધકામ કરી ડિઝલ ભઠ્ઠી લગાવવામાં આવી હતી જે શરૂ થયાને થોડાં દિવસો માં બંધ થઈ જતાં શહેરના વિવિધ સંસ્થાઓ અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા રામધુન નો કાર્યક્રમ યોજતા નગરપાલિકા સત્તાધિશો જાગ્યાં હતાં અને રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી. ફરીથી હોળી ધુળેટી નાં દિવસોમાં બંધ થતાં વિરોધ ઉઠતાં રીપેરીગ કરવામાં આવેલ હતી.

ફરીથી હાલમાં કોરોના મહામારી વચ્ચે સામાન્ય કરતાં વધારે મૃત્યુ થતાં હોય છે ત્યારે હિન્દુ સ્મશાન માં લાખો રૂપિયા ખર્ચીને લગાવવામાં આવેલી ડિઝલ ભઠ્ઠી છેલ્લાં દશ દિવસ થી બંધ હાલતમાં છે, જેનાં કારણે મૃતકના પરિવારજનોએ વિના કારણે હાલાકી ભોગવવી પડે છે. કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા નબળી ગુણવત્તા વાળું કામ કરનાર એજન્સી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કેશોદ હિતરક્ષક સમિતિ નાં કન્વીનર રાજુભાઈ પંડ્યા એ કરી છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યાં મુજબ કેશોદ નગરપાલિકા દ્વારા જે એજન્સી ને કામ આપવામાં આવેલ તેનાં બદલે રાજકીય વગ ધરાવતાં કોન્ટ્રાકટર દ્વારા કામ કરતાં શહેરીજનો ને મળનારી આવશ્યક સુવિધા છીનવાઈ ગઈ છે. કેશોદ નગરપાલિકા વિસ્તારના ટેક્ષ પેયર રહિશો નાં વેરાની રૂપિયા૧,૧૫ લાખની માતબર રકમ એળે ગઈ છે. કેશોદ નગરપાલિકા નાં વર્તમાન પ્રમુખ અગાઉ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળતાં હતાં ત્યારે જ હિન્દુ સ્મશાન માં ડિઝલ ભઠ્ઠી લગાવવાનું કામ આપવામાં આવેલ હતું ત્યારે ગંભીરતાપૂર્વક નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે આંખ આડા કાન કરવામાં આવશે એ આવનારાં દિવસોમાં ખબર પડશે.