Political/ વિજયને પચાવી, વિનમ્ર થઈ છેવાડાના વિસ્તાર સુધી વિકાસ કરીશું : CM રૂપાણીનું રાજકોટ અભિવાદન સભામાં સંબોધન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજાયેલી રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકોટનું ઝળહળતું પરિણામ પ્રાપ્ત થયું છે.ગુજરાતની મહાપાલિકાની ચૂંટણીમાં એક અભૂતપૂર્વ રેકોર્ડ જેવા પરિણામ સાથે રાજકોટમાં 18 વોર્ડ અને 72 બેઠકોમાંથી ભાજપે

Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજાયેલી રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકોટનું ઝળહળતું પરિણામ પ્રાપ્ત થયું છે.ગુજરાતની મહાપાલિકાની ચૂંટણીમાં એક અભૂતપૂર્વ રેકોર્ડ જેવા પરિણામ સાથે રાજકોટમાં 18 વોર્ડ અને 72 બેઠકોમાંથી ભાજપે લગભગ ક્લિન સ્વિપની નજીક જઈને 17 વોર્ડની 68 બેઠકો જીતી લીધી છે, જેની સામે કોંગ્રેસને એકમાત્ર વોર્ડ નં.15માં સફળતા મળી છે અને વિપક્ષના પુર્વ નેતા વશરામભાઈ સાગઠીયા અને તેની પેનલના સભ્યો વિજેતા બન્યા છે, ભાજપની આ અભૂતપૂર્વ જીતને બિરદાવવા માટે ગુજરાતના CM વિજય રૂપાણી વિજેતા ઉમેદવારોનું અભિવાદન કરવા રાજકોટ આવી પહોંચ્યા હતા., તેમણે તબિયતની કાળજી અર્થે ખુરશી પર બેસીને પોતાનું વક્તવ્ય આપતા કહું હતું કે કોંગ્રેસે હમેશા સરદારનું અપમાન કર્યું છે , અમે તમારા મતને એડે જવા દેશું નહીં , વિજય પચાવી વિનમ્ર થઇ , વધુ જવાબદારી સાથે છેવાડાના વિસ્તાર સુધી અમે વિકાસ કરીશું.

Political / સુરત મહાનગરપાલિકાની સૌથી નાંની કોર્પોરેટર બની AAPની ઉમેદવાર આ અભિનેત્રી

કોંગ્રેસને વિરોધપક્ષ તરીકે પણ પ્રજાએ લાયક ન માની

CM વિજય રૂપાણીએ વધુ માં જણવ્યું હતું કે,’ આમ તો સારું કહેવાય કે,રાજકોટની પ્રજાએ દયા ખાધી અને 15 માં વશરામની ટીમ જેથી કોંગ્રેસની આબરૂ બચી ગઇ,પરિણામ બાદ કોંગ્રેસને કાંઈ સૂઝતું નથી રાજીનામાના નાટક કરે છે.રાજકોટની પ્રજાએ કોંગ્રેસને વિરોધપક્ષ તરીકે પણ પ્રજાએ લાયક ન માની,બાકી મને જનસંઘ થી આજ સુધી રાજકોટની સેવાની જવાબદારી મારા શિરે છે, હાલ હું રાજકોટમાં પ્રજાનો આભાર માનવા હું આતુર હતો અને અત્યારે તમારી સમક્ષ છું, ત્યારે આજે નત મસ્તક કરી અભિવાદન ઝીલી જનતાનો આભાર માનું છું. અને ખાસ તો આ ચૂંટણીને ધ્યાને લઇ ટિકિટ મળી કે ન મળી એ બધું ભૂલી સી.આર.પાટીલ ના માર્ગદર્શન મુજબ કામ કરવા બદલ સંગઠનને અભિનંદન આપું છું.

Flight / રાજકોટમાં બેંગ્લોર ફ્લાઇટના અનોખી રીતે વધામણાં, ખાસ પ્રકારની સલામી

રાજકોટમાં ચીમનભાઈના વખતથી વિજયની હરણફાળ

વધુમાં જણવ્યું હતું કે,’ 1967 માં ગુજરાત વિધાનસભાન એક સીટ હતી ત્યારે રાજકોટે ચીમન ભાઇને ચૂંટી અને મોકલ્યા હતા. ત્યારથી વિજયની હરણફાળ ચાલી છે.1975 માં પહેલી વાર ચૂંટણી થઇ ત્યારથી હું સાક્ષી છું એ વખતે કાઉન્ટીગમાં વાવાઝોડુ આવ્યું હતું, અમારા કોર્પોરેટરો હમેશા પ્રજાની વચ્ચે જ હોય છે. આ 45 વર્ષોનો લાંબો સમય છતાં જનતાનો વિશ્વાસ છે અમારા પર છે, આપણે નસીબદાર છીએ મોદી સાહેબ જેવું જબરદસ્ત નેતૃત્વ આપણી પાસે છે. વિકાસની રાજનીતિ નરેન્દ્ર ભાઇ એ પ્રસ્થાપિત કરી છે.જિ.પ.ની ચૂંટણી વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હવે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે અને તેમાં પણ આવું જ પરિણામ આવશે, હવે અમે તમારા મતને એડે જવા દેશું નહીં , વિજય પચાવી વિનમ્ર થઇ, વધુ જવાબદારી સાથે છેવાડાના વિસ્તાર સુધી અમે વિકાસ કરીશું. દુનિયામાં શ્રેષ્ઠ હોય એ બધું ગુજરાતમાં આવે છે. કોઈએ દિલ્લી જવું નથી પડતું, નરેન્દ્રભાઈ ફોન પર માંગવા કરતા સવાયું મોકલી આપે છે.

Cricket / ઈંગ્લેન્ડનું પિલ્લુ વળ્યું, 112 રનમાં ઓલઆઉટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…