દેશના મતદાતાઓ માટે ખુશીના સમાચાર છે, વોટર આઇડી કાર્ડ હવે ડિજિટલ બનવા જઈ રહ્યું છે. આવતીકાલે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે ત્યારે સરકાર હવે ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક ફોટો આઇડેન્ટિટી કાર્ડ એટલે કે e-Epic કાર્ડ શરૂ કરવા જઇ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડિજિટલ e-Epic કાર્ડ દેશના પાંચ રાજ્યો અસમ, કેરળ, પડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં યોજાનારી ચૂંટણીઓ પહેલા ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.
Constitution Of India / તમે જાણો છો…અહીં, આ રીતે સાચવવામાં આવી રહી છે આપણા દેશના બંધારણની મૂળ નકલ
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલ પેનલ દ્વારા e-Epic ને બે તબક્કામાં શરૂ કરશે. જેનો પ્રથમ તબક્કો આવતીકાલથી એટલેકે 25 થી 31 જાન્યુઆરી સુધી રહેશે. જેના દ્વારા નવા મતદાતાઓ જેમણે વોટર આઇડી માટે અરજી કરી છે તેમને વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે ફોર્મ 6 માં પોતાનો મોબાઈલ નંબર નાખ્યો છે તેઓ પોતાના મોબાઈલ નંબરને પ્રમાણિત કરી e-Epic ડાઉનલોડ કરી શકશે.બીજો તબક્કો 1 ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે સામાન્ય મતદાતા પણ અરજી કરી શકશે.એક પુલ પેનલના અધિકારી સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે જે લોકોએ પોતાના મોબાઈલ નંબર ઉપલબ્ધ કરાવ્યા છે તેઓ લિંકના માધ્યમથી e-Epic ડાઉનલોડ કરી શકે છે.

e-EPIC એ એક ફેરફાર ન કરી શકાય તેવું સલામત પોર્ટેબલ દસ્તાવેજ ફોર્મેટ છે. જેમાં ફોટો, સુરક્ષિત ક્યૂઆર કોડ, સીરીયલ નંબર વગેરે હશે. આમાંથી તમે મોબાઇલ એપ્લિકેશન અથવા વેબસાઇટ https://voterportal.eci.gov.in/ પરથી ડાઉનલોડ કરી શકો છો.
remain / મોદી સરકાર અડગ : tiktok સહિતની ચાઈનીઝ એપ્લિકેશનનો પ્રતિબંધ રહેશે યથાવત,નોટિસ મોકલાઈ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
