surat crime news/ અગરબત્તીની ધુપ આપી વળગાડ દૂર કરતો હોવાનો ભુવાનો દાવો, ભુવાના ધતિંગનો વિડીયો વાયરલ

સુરતમાં ભૂતપ્રેત ભગાડવાના નામે અત્યાચાર થઈ રહ્યા છે. વડગાળ કાઢવાના નામે ભુવાના ઢોંગ ધતિંગ કરી રહ્યા છે.

Top Stories Gujarat Surat

સુરતમાં ભુતપ્રેત ભગાડવાના નામે અત્યાચાર થઈ રહ્યા છે. વડગાળ કાઢવાના નામે ભુવાના ઢોંગ ધતિંગ કરી રહ્યા છે. ભુવાના આ ધતિંગનો અમરોલી આવાસનો વીડિયો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સુરત શહેરમાં ભૂવા દ્વારા અગરબત્તીના ધૂપ આપીને વડગાળ દૂર કરવાનો ભુવા દ્વારા દાવો કરવામાં આવે છે.

આજના આધુનિક જમાનામાં પણ લોકો બીમારીમાંથી રાહત મેળવવા દવાને બદલે કહેવાતા ભૂવાનું શરણ લે છે. સુરત શહેરમાં આવા જ એક કહેવાત ભૂવાના ધતિંગનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ભૂવો મહિલાઓને અભદ્ર ગાળો ભાંડતો નજરે પડે છે. વીડિયોમાં દેખાતો ભૂવો અગાઉ દુષ્કર્મના ગુનામાં ભુવો પકડાઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું. તપાસમાં ભુવાનું નામ ઇમરાન ઉર્ફે જોલિયો હોવાનું સામે આવ્યું. આ વિડીયો એચ ટુ આવાસનો છે. ભૂવાના ધતિંગનો વીડિયો વાયરલ થવાની ઘટનાને પગલે અમરોલી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

પોલીસ જ્યારે ભુવા ના ઘરે પહોંચી ત્યારે તેના ઘરે તાળું જોવા મળ્યા. સંભવત વીડિયો વાયરલ થયા બાદ પોલીસના આગમનની આશંકાએ ભુવો પોલીસે પંહોચે તે પહેલા જ ઘરને તાળું મારી ફરાર થઈ ગયો. હાલ પોલીસ દ્વારા ભુવાની શોધખોળ કરવામાં આવી રહી છે. આ મામલે કોઈ પણ વ્યક્તિ ફરિયાદ આપવા તૈયાર ના થતા પોલીસને પણ અચરજ થયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત