Madhya Pradesh/ કમ્પ્યુટર બાબાનાં આશ્રમ પર થયેલી કાર્યવાહીને દિગ્વિજય સિંહે ગણાવ્યો રાજકીય બદલો, જાણો વિગત

મધ્યપ્રદેશનાં ઇન્દોરમાં કમ્પ્યુટર બાબાનાં આશ્રમમાં સ્થાનિક પ્રશાસને મોટી કાર્યવાહી કરી છે. વહીવટીતંત્રએ બાબાનાં આશ્રમનું અતિક્રમણ દૂર કર્યું છે. કમ્પ્યુટર બાબા સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. PM મોદી સી પ્લેન બાદ રો-પેક્સ ફેરી સેવા શરૂ કરશે, જાણો તેના ફાયદાઓ કમ્પ્યુટર બાબાએ તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. વહીવટી તંત્રની કાર્યવાહીને […]

Breaking News
sss 53 કમ્પ્યુટર બાબાનાં આશ્રમ પર થયેલી કાર્યવાહીને દિગ્વિજય સિંહે ગણાવ્યો રાજકીય બદલો, જાણો વિગત

મધ્યપ્રદેશનાં ઇન્દોરમાં કમ્પ્યુટર બાબાનાં આશ્રમમાં સ્થાનિક પ્રશાસને મોટી કાર્યવાહી કરી છે. વહીવટીતંત્રએ બાબાનાં આશ્રમનું અતિક્રમણ દૂર કર્યું છે. કમ્પ્યુટર બાબા સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

PM મોદી સી પ્લેન બાદ રો-પેક્સ ફેરી સેવા શરૂ કરશે, જાણો તેના ફાયદાઓ

કમ્પ્યુટર બાબાએ તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. વહીવટી તંત્રની કાર્યવાહીને આ સાથે જોડવામાં આવી રહી છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ અને મધ્યપ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેને બદલો લેવાની ભાવના ગણાવીને વિરોધ કર્યો છે.

રાષ્ટ્રપતિ કોવિંદ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જો બિડનને પાઠવી શુભકામનાઓ…..

દિગ્વિજયસિંહે પોતાના ટવીટમાં લખ્યું છે કે, “ઈન્દોરમાં કમ્પ્યુટર બાબાનાં આશ્રમ અને મંદિરને કોઈ સૂચના વગર તોડી પાડવામાં આવી રહ્યું છે. આ રાજકીય બદલો લેવાની પરાકાષ્ઠા છે. હું તેની નિંદા કરું છું.”