Not Set/ દિગ્વિજયસિંહ ચાલ્યા ઇમરાનનાં માર્ગે : હિંદુઓનાં કટ્ટરપંથીકરણ વિશે કરી આવી વિવાદિત વાત

મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને મધ્ય પ્રદેશ કોંગ્રેસનાં દિગ્ગજનેતા દિગ્વિજયસિંહ દ્વારા હિંદુઓના કટ્ટરપંથીકરણ કે હિંદુકટ્ટરપંથી બાબતે કરવામાં આવેલું નિવેદન કોંગ્રેસ માટે નવો બખેડો ઉભો કરશે તેવું પ્રતિત થઇ રહ્યું છે. દિગ્વિજયસિંહ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનનાં પદ ચિન્હ પર પોતાનાં વિવાદિત નિવેદનમાં જોવા  માળી રહ્યા છે. દિગ્વિજય સિંહ દ્વારા મધ્ય પ્રદેશનાં પોતાના એક વક્તવ્યમાં કહેવામાં આવ્યું […]

Top Stories India
pjimage દિગ્વિજયસિંહ ચાલ્યા ઇમરાનનાં માર્ગે : હિંદુઓનાં કટ્ટરપંથીકરણ વિશે કરી આવી વિવાદિત વાત

મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને મધ્ય પ્રદેશ કોંગ્રેસનાં દિગ્ગજનેતા દિગ્વિજયસિંહ દ્વારા હિંદુઓના કટ્ટરપંથીકરણ કે હિંદુકટ્ટરપંથી બાબતે કરવામાં આવેલું નિવેદન કોંગ્રેસ માટે નવો બખેડો ઉભો કરશે તેવું પ્રતિત થઇ રહ્યું છે. દિગ્વિજયસિંહ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનનાં પદ ચિન્હ પર પોતાનાં વિવાદિત નિવેદનમાં જોવા  માળી રહ્યા છે.

દિગ્વિજય સિંહ દ્વારા મધ્ય પ્રદેશનાં પોતાના એક વક્તવ્યમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ‘ઇસ્લામોફોબીયા’ વિશે વાત કરી. મુસ્લિમોના કટ્ટરપંથીકરણ જેટલું જ ખતરનાક હિંદુઓના કટ્ટરપંથીકરણ છે. ભારતમાં, જો બહુમતીનો કોમવાદ ઉભો થાય તો દેશને તેમાંથી બચાવવો સરળ નહીં હોય.

જુઓ અહીં શું કહ્યું દિગ્ગિરાજાએ………

દિગ્વિજયસિંહ દ્વારા આડકતરી રીતે કહેવામાં આવ્યું કે ભારતમાં હિંદુકટ્ટપંથીકરણ ચાલી રહ્યું છે. અને તેનો વિકાસ પણ થઇ રહ્યો છે અને વધુ વિકાસ થવાની પૂરી સંભાવનાં છે. ત્યારે આપને તે જણાવી દઇએ કે, ઇમરાન ખાન દ્વારા વિશ્વમંચ પર ‘ઇસ્લામોફોબીયા’ની વાત કરી મુસ્લિમોનો પક્ષ લેવામાં આવ્યો હતો અને દિગ્વિજયસિંહે હિંદુકટ્ટપંથીકરણની વાત કરી ભારતીય હિંદુઓ તરફ આંગળી ચીંધી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 દિગ્વિજયસિંહ ચાલ્યા ઇમરાનનાં માર્ગે : હિંદુઓનાં કટ્ટરપંથીકરણ વિશે કરી આવી વિવાદિત વાત