Not Set/ દિગ્વિજય સિંહનું વિવાદિત નિવેદન, ભાજપ અને બજરંગ દળ લઇ રહી છે પાક. ખુફિયા એજન્સી પાસેથી પૈસા

કોંગ્રેસનાં સાંસદ અને પાર્ટીનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફરીથી ભાજપ અને બજરંગ દળ અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. દિગ્વિજયનાં આ નિવેદનથી વિવાદ સર્જાય તેવી પૂરી સંભાવનાઓ છે. મધ્ય પ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન દિગ્વિજય સિંહે મોટો આરોપ લગાવ્યો છે કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને બજરંગ દળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી પૈસા લે છે. દિગ્વિજયનો […]

Top Stories India
દિગ્વિજય સિંહનું વિવાદિત નિવેદન, ભાજપ અને બજરંગ દળ લઇ રહી છે પાક. ખુફિયા એજન્સી પાસેથી પૈસા

કોંગ્રેસનાં સાંસદ અને પાર્ટીનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફરીથી ભાજપ અને બજરંગ દળ અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. દિગ્વિજયનાં આ નિવેદનથી વિવાદ સર્જાય તેવી પૂરી સંભાવનાઓ છે. મધ્ય પ્રદેશમાં એક કાર્યક્રમ દરમિયાન દિગ્વિજય સિંહે મોટો આરોપ લગાવ્યો છે કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને બજરંગ દળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી પૈસા લે છે. દિગ્વિજયનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં દિગ્વિજય સિંહ કહી રહ્યા છે કે, ‘બજરંગ દળ અને ભારતીય જનતા પાર્ટી પાકિસ્તાનની આઈએસઆઈ પાસેથી પૈસા કેવી રીતે લઈ રહી છે તેના પર થોડું ધ્યાન આપો. એક વાત તમને જણાવી દઇએ કે પાકિસ્તાનની આઈએસઆઈ માટે જાસૂસી મુસ્લિમો ઓછા કરી રહ્યા છે, બિન મુસ્લિમો વધારે કરી રહ્યા છે. આ વાતને પણ સમજો.’

આ દરમિયાન દિગ્વિજય સિંહે દેશની નબળી અર્થવ્યવસ્થાને લઈને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મોદી સરકારનાં શાસનમાં દેશની અર્થવ્યવસ્થા હાલત ખરાબ થઇ રહી છે. કોઈ નોકરી નથી. તેમણે કહ્યું કે, પોતાની ખોટને પહોચી વળવા માટે આરબીઆઈ છે. મોદી સરકારે તમામ બાબતો છોડી અર્થવ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નોંધપાત્ર વાત એ છે કે, દિગ્વિજય સિંહ વારંવાર તેમના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેમના નિવેદનથી રાજકીય વિવાદ પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.