Indore News: પ્રખ્યાત ગાયક દિલજીત દોસાંઝે ઇન્દોર કોન્સર્ટ (Diljit Dosanjh Indore Concert) દરમિયાન પોતાના ગીતો પર લગાવવામાં આવેલા પ્રતિબંધ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. 15 નવેમ્બરે યોજાયેલા કોન્સર્ટમાં તેમણે મંચ પરથી જાણીતા શાયર રાહત ઇન્દોરીના શેર (Rahat Indori Shayari) સંભળાવીને જવાબ આપ્યો હતો. દિલજીતે આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે.
Diljit Dosanjh Indore Concert: દિલજીતનાં 4 ગીતો પર લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ
કોન્સર્ટ પહેલાં ઇન્દોરના જિલ્લા બાળ સંરક્ષણ અધિકારી દ્વારા દિલજીતને ચાર ગીતો ન ગાવાની સૂચના આપવામાં આવી હતી. આ ગીતોમાં ‘પટિયાલા પેગ’, ‘5 તારા ઠેકે’, ‘જેબ વિચો ફીમ’ અને ‘જટ્ટ ફાયર કરદા’નો સમાવેશ થાય (Diljit Concert Controversy) છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગીતોની સામગ્રી બાળકો પર નકારાત્મક અસર કરી શકે છે, તેથી તેના પર રોક લગાવવામાં આવી હતી.
રાહત ઇન્દોરીના શેરથી આપ્યો જવાબ
કોન્સર્ટ દરમિયાન દિલજીતે ગીતો પરની રોક અંગે કહ્યું હતું, ‘યે નહીં ગાના, વો નહીં ગાના, યે નહીં કર સકતે, વો નહીં કર સકતે.’ ત્યારબાદ તેમણે રાહત ઇન્દોરીના જાણીતા શેર સંભળાવ્યા હતા.
તેમણે કહ્યું હતું:
‘હમારે મુંહ સે જો નિકલે વહી સદાકત હૈ,
હમારે મુંહ મેં તુમ્હારી ઝુબાન થોડી હૈ.’
ત્યારબાદ તેમણે આગળ કહ્યું હતું:
‘અગર ખિલાફ હૈં તો હોને દો, જાન થોડી હૈ,
યે સબ ધુઆં હૈ, કોઈ આસમાન થોડી હૈ.’
આગળ તેમણે રાહત ઇન્દોરીનો બીજો શેર પણ સંભળાવ્યો હતો:
‘મેં જાનતા હૂં દુશ્મન ભી કમ નહીં, લેકિન,
હમારી તરહ હથેલી પે જાન થોડી હૈ.’
અને અંતમાં કહ્યું હતું:
‘સબકા ખૂન હૈ શામિલ યહાં કી મિટ્ટી મેં,
કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ.’
દિલજીતે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં કેપ્શનમાં ‘રાહત ઇન્દોરી સાહબ, ઓરા ઇન્ડિયા ટૂર’ લખ્યું હતું.
આ શહેરોમાં પણ યોજાશે કોન્સર્ટ
દિલજીત હાલમાં ‘ઓરા ઇન્ડિયા ટૂર’ (Aura India Tour) પર છે. આ ટૂરનો પ્રથમ કોન્સર્ટ 30 ઑક્ટોબરે દિલ્હીમાં યોજાયો હતો. ત્યારબાદ તેઓ ઇન્દોરમાં પરફોર્મ કરવા પહોંચ્યા હતા. આગામી દિવસોમાં અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, લખનઉ અને ચંદીગઢ સહિતનાં શહેરોમાં પણ તેમના કોન્સર્ટ યોજાવાના છે.
આ પણ વાંચો: દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલાં વિવાદ, ગીતો અને બુલેટ બેલ્ટને લઈને DCPOએ પોલીસ કમિશનરને કરી રજૂઆત
આ પણ વાંચો: શું દિલજીત દોસાંઝ ભારતીય નથી? રાજકારણમાં પ્રવેશ અંગેના અહેવાલોથી ચર્ચા તેજ
આ પણ વાંચો: બોમ્બ ધમકી વચ્ચે દિલજીત દોસાંઝ બોલ્યા- ઈન્દોર આવીશ, સૌથી પહેલા પોહા ખાઈશ
